Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

અખિલ ભારતીય અધિવકતા પરિષદ દ્વારા મહિલા દિને શ્રમજીવી બહેનો માટે કાર્યક્રમ યોજાયો

 

રાજકોટ તા. ૧૦ : અખિલ ભારતીય અધિવકતા પરિષદ રાજકોટ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહીલા દિન તા.૮/૩/ર૦ર૩ ના દીને નવા થોરાળા સ્‍કુલ નં. ર૯માં કાર્યક્રમનું આયોજન થયેલ હતું જેમાં અતિવિશાળ સંખ્‍યામાં આ વિસ્‍તારમાં રહેતા બહેનો તેમજ ખાસ શ્રમજીવી બહેનો કે જે શીવણ વર્ગમાં નિયમીત શિક્ષણ લે છે તે બહેનો માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં મુખ્‍ય વકતા ડો. ધરાબેન ઠાકર કે જેઓ સૌરાષ્‍ટ્ર યુની.ના કાયદા વિભાગમાં આસી. પ્રોફેસર છે તેમજ પોલીસ એકેડેમીમાં માનદ્દ લેકચરર છે તેઓએ ખુબજ સરળ ભાષામાં જુદા-જુદા કાયદાઓની સમજ આપી હતી. જેમાં ભારતના બંધારણમાંસ્ત્રીઓના અધિકારો, મહિલાઓ જન્‍મ તથા ભૃણહત્‍યા, જાતી પરિક્ષણ, જાતીય સંતામણી, છેડતી, દુષ્‍કર્મ તેમજ તેને આનુસાંગીક જે જે કોઇ કાયદામાં જોગવાઇઓ અધિકારો આપવામાં આવે છે. તેની માહીતી આપવામાં આવેલ હતી.

કીર્તીદાબેન જાદવ (એડવોકેટ) એ લગ્ન વિષયક જોગવાઇઓ તેમજ ઘરેલુ હિંસા, દહેજ વિગેરે અંગેની વિશેષ માહીતી આપેલ હતી, સરોજબેન રૂપાપરા (એડવોકેટ) એ જમીનને લાગતા તેમજ વારસા અંગેનાસ્ત્રીઓના હક્કો અને અધિકાર અને ફરજો અંગેની માહિતી આપેલ હતી.

ડો. ધરાબેન ઠાકરએ બહેનો સંગઠીત અને કાયદાનું પાલન કરાવતા રહે તેમ જણાવેલ તથા સરકારની ૧૮૧ ની સેવાઓ અંગેની માહીતી આપી તે અંગેની એપ્‍લીકેશન ઉપસ્‍થિત બહેનોમાં મોબાઇલમાં ડાઉનલોડ કરવા અંગે પણ ખાસ ભલામણ કરેલી હતી.

આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો.ભાર્ગવીબેન પંડયાએ કરેલ હતું આ કાર્યક્રમ સફળ બનાવવા માટે મીતાબેન દોશી, પ્રિતીબેન માંડલીયા, ભાવનાબેન ઉકાણી, પ્રફુલાબેન રાખોલીયા, મધુબેન શર્મા વિગેરેએ ખાસ પ્રયત્‍ન કરેલ હતા

(4:36 pm IST)