Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

લીલા નાળીયેર ફાયદાકારક : ગુરૂકુળ કેન્દ્રના દર્દીઓ માટે રોજ વિતરણ

રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળના કોવિડ આઇસોલેશનના દર્દીઓ માટે લીલા નાળીયેરની વ્યવસ્થામાં સંતો અને હરિભકતો કાર્યરત છે તેની તસ્વીર. શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યા મુજબ દર્દીઓને રોજ લીલા નાળીયેરનું પાણી આપવામાં આવે છે.

રાજકોટ તા. ૧૦ : મેડીકલ દવાઓની સાથે કુદરતી તાકાત આપતું અને કોરોનાની દુષિતતાને બહાર કાઢવામાં મદદરૂપ થતું લીલા નાળીયેરનું પાણી આઈસોલેશનમાં રહેલા દર્દીઓને ઘણું ફાયદાકારક થતું હોય છે માટે દરેક દર્દીઓને આપવું એવી તારીખ ૧૯ એપ્રિલના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનમાં આઈસોલેશન સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે જ ગુરૂવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ સંતોને આજ્ઞા કરેલી.

શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન રાજકોટના અધ્યક્ષ મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આદેશ અનુસાર અહીં ગુરુકુલમાં રહેલા કોરોનાના દર્દીઓને ચા, જમવાનું તથા નાસ્તો ને ઉકાળો આપવામાં આવે જ છે. આ ઉપરાંત બજારમાં નાળિયેર મોંઘા હોવા છતાં પણ ગુરૂવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના  આદેશ અનુસાર દર્દીઓની એનર્જી વધારનાર, કુદરતી  રીતે જ સર્વ પોષક દ્રવ્યને આપનાર અને જઠરાગ્નિને સતેજ કરી ભૂખને જગાડનાર નાળિયેરનું પાણી દરરોજ સાંજે પાંચ વાગ્યે ભંડારી સામે શ્રી ગોવિંદ સ્વામી , રૂગનાથ દાસ સ્વામી તથા સંત સ્વામી દર્દીઓ માટે નાળિયેરનું પાણી કાઢીને આપે છે.

સ્વયંસેવકો શ્રી  મનસુખભાઈ કોટડીયા,  ભાવેશભાઈ  અજાગીયા, ભરતભાઈ નસીત ગંગોત્રી સબમર્શિબલ પંપવાળા વગેરે દર્દીઓને ગ્લાસ ભરી ભરીને પહોંચાડતા હોય છે.  નાળિયેર ઉપરાંત  દરેક દર્દીઓને સવારે ૧૦ વાગે લીંબુનું શરબત પણ આપવામાં આવે છે. નારિયેળ તથા લીંબૂનું શરબત પીધા પછી દર્દીઓની મુખ પરની પ્રસન્નતા જોઈને તેમજ તેઓના મુખમાંથી ઉદગારો નીકળતા હોય છે કે આટલી કાળજી અમારા ઘરે પણ ના લઇ શકે તે તમો સંતોના વચને કરી રહ્યા છો. દર્દીઓના આવા ઉદગારો અને પ્રસન્નતા જોઈને જ અમારા સ્વયંસેવકો સેવા કર્યાની તૃપ્તીનો આત્મસંતોષ રૂપ અહેસાસ અનુભવે છે.

(11:56 am IST)