Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

મ.ન.પા. કચેરી ખૂલતાની સાથે જ જન્મ-મરણ પ્રમાણપત્રો માટે ફરી લાઈનો લાગી

રાજકોટઃ શનિ અને રવિ એમ બે દિવસ સુધી રજાને કારણે જન્મ-મૃત્યુ નોંધના પ્રમાણપત્રો નહી મળતા આજે કચેરી ખુલતાની સાથે જ મ.ન.પા.ના સિવીક સેન્ટરોમાં જન્મ-મૃત્યુ નોંધના પ્રમાણપત્રો લેવા અરજદારોની લાંબી લાઈનો લાગી હતીઃ જો કે બાદમાં પરિસ્થિતિ થાળે પડી ગયેલ

મરણ અંગેની યાદી મહાપાલીકાને સમયસર પહોંચાડોઃ જયંત ઠાકર

સીવીલ સર્જન ડો. ત્રિવેદીને લેખિત રજૂઆત

રાજકોટ તા. ૧૦: પી.ડી.યુ. સિવીલ હોસ્પીટલ રોગી કલ્યાણ સમિતિનાં કાઉન્સીલર જયંત ઠાકરે જણાવેલ છે કે રાજકોટ પી.ડી.યુ. સિવીલ હોસ્પીટલમાં કોરોના જેવા હઠ્ઠીલા દર્દથી તેમજ નાના-મોટા રોગથી અનેક લોકો મૃત્યુ પામ્યા છે. જેની યાદી હજુ સુધી રાજકોટ મહાનગર પાલીકા જન્મ-મરણ વિભાગ-શાખા સુધી પહોંચી નથી.

અનેક લોકો આ મરણ અંગેનાં દાખલા માટે મેળવવા મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. વર્તમાન પરિસ્થિતિ જોવા રાજકોટ મહાનગર પાલીકા જન્મ-મરણ વિભાગ શાખાનાં પટણાંગણમાં લાંબી કતારો જોવા મળે છે. છેલ્લે જવાબ મળે છે કે સિવીલ હોસ્પીટલ રાજકોટ ખાતેથી મરણ અંગેની યાદી નથી આવી. સ્ટાફનો અભાવ હોય તેવું જણાય છે તેમ છતાં આવા મરણનોંધ વહેલાસર માહિતગાર કર્યા હતાં અને ઉપરોકત પ્રશ્ને વધુ સ્ટાફ-કર્મચારી ફાળવી નિમણુંક આપી રાજકોટ મહાનગર પાલીકા (જન્મ-મરણ) વિભાગ શાખાને તાત્કાલીક મરણ અંગેની માહિતી મોકલવા જયંત ઠાકરે સીવીલ સર્જન સુપ્રિ. ડો. ત્રિવેદીને પત્ર પાઠવેલ છે.

(4:25 pm IST)