Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

માર્કેટીંગ યાર્ડ તથા મેંગો માર્કેટમાં વેપારીઓને માસ્ક વિતરણ કરાયાઃ ૧૩ વેપારી દંડાયા

રાજકોટ : કોરોના મહામારી અંતર્ગત વધતા સંક્રમણને અટકાવવા માટે શહેર પોલીસ કમિશનરની સૂચનાથી બી ડીવીઝન પોલીસ મથકના એમ. બી. ઔસુરા, પીએસઆઇ બી. બી. કોડીયાતર, પી. બી. ત્રાજીયા, પી. એ. ગોહેલ તથા જે. આર. સરવૈયા સહિતના સ્ટાફે માર્કેટીંગ યાર્ડ અને મેંગો માર્કેટ તેમજ અલગ અલગ વિસ્તાર સોશીયલ ડીસ્ટન્સનો ભંગ કરનારા, માસ્ક વગર નીકળેલા તથા જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુની દુકાનો સિવાયની અન્ય દુકાનો ખુલ્લી રાખનારા ૧૩ વેપારીઓને પકડી કાર્યવાહી કરી હતી. અને માર્કેટ યાર્ડ તથા મેંગો માર્કેટમાં શાકભાજીના વેપારીઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતાં.

(4:28 pm IST)