Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

હોકી ઇન્‍ડિયા નેશનલ ચેમ્‍પિયનશીપમાં રાજકોટના ધર્મરાજસિંહની પસંદગી

રાજકોટ તા. ૧૦: હોકી ગુજરાતના માનનીય જનરલ સેક્રેટરી, શ્રી વિજય કરપે દ્વારા પ્રસિદ્ધ થયેલ યાદી મુજબ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે યોજાયેલી રાજય કક્ષાની હોકી ચેમ્‍પિયનશિપ દરમિયાન ખેલાડીઓના પ્રદર્શનના આધારે હોકી ગુજરાત પસંદગી સમિતિએ આગામી હોકી ઇન્‍ડિયા નેશનલ ચેમ્‍પિયનશિપ માટે ટી જાહેર કરી છે. જેમાં રાજકોટના ખેલાડી ધરમરાજસિંહ ધર્મેન્‍દ્ર જાડેજાની હોકી ગુજરાત જુનિયર મેન ટીમ ગુજરાત રાજય વતી, ૧ર જૂન, ર૦ર૩ થી રર જૂન, ર૦ર૩ દરમિયાન રાઉરકેલા, ઓડિશા ખાતે યોજાનારી ૧૩મી હોકી ઇન્‍ડિયા જુનિયર મેન નેશનલ ચેમ્‍પિયનશિપમાં પ્રતિનિધિભત્‍વ કરશે. તેઓ મહેશભાઇ દિવેચાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા છે. અપૂરતી સુવિધા અને તંત્રના ઉદાસીન વલણ હોવા છતાં રાજકોટના ખેલાડીઓ રાષ્‍ટ્રીય કક્ષાએ રાજકોટનું નામ ઉજજવળ કરે એ માટે મહેશભાઇ દિવેચા અને જાણીતા ઔદ્યોગિક એકમ જયોતિ સી.એન.સી. છેલ્લા ઘણા વર્ષોથી જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:37 pm IST)