Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

કેરીના ધંધામાં ખોટ જતાં ધંધાર્થી હિમ્‍મતભાઇ હિમ્‍મત હારી ગયાઃ એસિડ પી આપઘાત કર્યો

મવડીની શ્રી હરિ સોસાયટીનો બનાવઃ બે દિકરીએ પિતાનું છત્ર ગુમાવ્‍યું

રાજકોટ તા. ૧૦: શહેરના મવડી પ્‍લોટની શ્રીહરિ સોસાયટીમાં રહેતાં હિમ્‍મતભાઇ પરષોત્તમભાઇ ગોરસવા (ઉ.વ.૪૫) નામના કેરી-શાકભાજી-ફ્રુટના ધંધાર્થીએ એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

હિમ્‍મતભાઇએ રાતે ઘરે એસિડ પી લેતાં ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં. આજે બપોરે તેમનું મોત નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. આ બનાવ અંગે આશીર્વાદ હોસ્‍પિટલ મારફત તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આપઘાત કરનાર હિમ્‍મતભાઇ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રી છે. પોતે કેરી, શાકભાજી, ફ્રુટનો ધંધો કરતાં હતાં. તેમણે સીઝનના આરંભે જ જથ્‍થાબંધ કેરીનો સ્‍ટોક કરી રાખ્‍યો હતો. પરંતુ વરસાદ પડતાં કેરીનો મોટો જથ્‍થો બગડી જતાં ધંધામાં ખોટ જતાં ચિંતામાં હતાં. આ કારણે હિમ્‍મત હારી જઇ આ પગલુ ભરી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું.

(4:10 pm IST)