Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો ૬૦ હજારથી નીચે ગયો ભાવ

 

નવી દિલ્‍હી તા. ૧૦ : સોનું સ્‍થિર રહે તેવી વસ્‍તુ નથી તેના ભાવમાં દરરોજ વધઘટ થતી રહેતી હોય છે. છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવ ૬૦ હજાર રૂપિયાની આસપાસ રહ્યાં હતા પરંતુ હવે તેના ભાવ ૬૦,૦૦૦થી નીચે આવ્‍યાં છે અને તેથી ગોલ્‍ડ નિષ્‍ણાંતો લોકોને સોનું ખરીદી લેવાની સલાહ આપી રહ્યાં છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન સોનામાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો અને તે અગાઉના મહિનામાં રૂ.૬૧,૮૦૦ સુધી પહોંચી ગયું હતું. જો કે હવે તેની કિંમતમાં ૨૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો થયો છે. સોનાની કિંમતમાં ઘટાડો ડોલરની મજબૂતીના કારણે થયો છે. રિદ્ધિસિદ્ધિ બુલિયન્‍સ (આરએસબીએલ)ના એમડી પૃથ્‍વીરાજ કોઠારીએ જણાવ્‍યું હતું કે ૧૩ જૂને યુએસ ફેડની બેઠક પૂર્વે સોનાના ભાવ ૬૦,૦૦૦ની નીચે છે. આવી સ્‍થિતિમાં ફેડની બેઠકમાં લેવાયેલા નિર્ણયની અસર સોનાના ભાવ પર જોવા મળી શકે છે. એવી અટકળો છે કે ફેડ જૂનની બેઠકમાં વ્‍યાજ દર બંધ કરી શકે છે. યુએસ ફેડની બેઠકના પરિણામો સોનાના ભાવને અસર કરતા રેટમાં વધારા અંગે સ્‍પષ્ટ ચિત્ર રજૂ કરી શકે છે.

(4:39 pm IST)