Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

મહિકામાં માતાના વિયોગમાં ૧૬ વર્ષની દિક્ષા ગોંડલીયાનો ફાંસો ખાઇ આપઘાત

ત્રણેક મહિના પહેલા માતા ઘર છોડી ગઇ હોઇ ત્‍યારથી ચિંતામાં રહેતી હતી

રાજકોટ તા. ૧૦: આજીડેમથી આગળ આવેલા મહિકા ગામમાં રહેતી સોળ વર્ષની બાળાએ માતાના વિયોગમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ મહિકામાં રહેતી દિશા જયેશભાઇ ગોંડલીયા (ઉ.વ.૧૬)એ છતના શહુકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. નાનો ભાઇ હિત રૂમમાં આવતાં બહેન લટકતી મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. તેણે પિતા જયેશભાઇ ટ્રક લઇ માલ ભરવા મોરબી ગયા હોઇ તેમને જાણ કરી હતી. ત્‍યારબાદ પડોશીઓએ ૧૦૮ બોલાવી હતી. પરંતુ દિશાનું ઘટના સ્‍થળે જ મોત થયું હોઇ પોલીસને જાણ કરવામાં આવતાં એએસઆઇ વી. બી. સુખાનંદીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર દિશા એક ભાઇથી મોટી હતી. તેના માતા સંતોકબેન ત્રણેક મહિના પહેલા ઘર છોડી કોઇની સાથે જતી રહી હોઇ ત્‍યારથી તેણી ચિંતામાં, વિયોગમાં રહેતી હતી. આ કારણે પગલુ ભર્યાનું પિતાએ જણાવ્‍યું હતું.

કણકોટમાં અક્ષયે પત્‍નિ સાથે ચડભડ થતાં ગળાફાંસો ખાધો

બીજા બનાવમાં કણકોટ ગામમાં રહેતાં અક્ષય અશોકભાઇ સોલંકી (ઉ.વ.૨૧) નામના યુવાને રાતે ગળાફાંસો ખાઇ લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. ટુંકી સારવાર બાદ તેણે રજા લીધી હતી. અક્ષય પસ્‍તી પુઠાનો ધંધો કરે છે. પત્‍નિ સાથે જમવા પ્રશ્ને ચડભડ થતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

(4:19 pm IST)