Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

વાણીયાવાડીમાં મહિલાના મકાનમાં દરોડો : જુગાર રમતા ૭ ઝડપાયા

ભકિતનગર પોલીસનો દરોડો : માલવીયાનગર અને થોરાળા પોલીસે વરલીનો જુગાર રમત ત્રણને દબોચ્‍યા

રાજકોટ,તા. ૧૦ : વાણીયાવાડીમાં મહિલા સંચાલીત ચાલતા જુગાર ધામ પર ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ચાર શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ વાણીયાવાડી શેરી નં. ૧માં એક મકાનમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસે વાણીયાવાડી શેરી નં. ૧૪માં મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક નીતાબેન દિનેશભાઇ મકવાણા, જંગલેશ્વરના અજય જગદીશભાઇ જોગરાજીયા, રણુજા મંદિર પાસ ેરહેતો કરણ મહેશભાઇ બોડા અને વાણીયાવાડીના ધીરૂભા અજીતસિંહ જેઠવાને પકડી લઇને રૂા. ૧૦,૬૦૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી આ કામગીરી પી.આઇ. એમ.એમ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ.એન.રાયજાદા તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

વરલી ફીચરનો જુગાર રમતા ૩ શખ્‍સો પકડાયા

દુધ સાગર રોડ પર થોરાળા પોલીસ મથકના હેડ કોન્‍સ. પી.ડી.ખાંભરા તથા કોન્‍સ. રમેશભાઇ માલકીયા સહિતના સ્‍ટાફે બાતમીના આધારે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા કામરાન સલીમભાઇ ચાનીયા (રહે. દુધસાગર રોડ ભગવતી સોસાયટી) અને આરીફ બસીરભાઇ અજમેરી (રહે. ભાવનગર રોડ મનહર પરા)ને પકડી લઇ રૂા. ૫૨૨૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી જ્‍યારે લોધેશ્વર સોસાયટી મેઇન રોડ પર માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. એ.બી.વિકમા તથા કોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા સહિતે બાતમીના આધારે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા કાનજી ઉર્ફે કાનો વજેસીંગભાઇ બરેડીયા (રહે. લોધેશ્વર સોસાયટી શેરી નં. ૬/૯) ને પકડી લઇ રૂા. ૯૧૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી.

(4:25 pm IST)