Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

મહિલાઓ માટે કાલે ‘ધ કેરાલા સ્‍ટોરી' ફિલ્‍મનો વિનામૂલ્‍યે શો : આઇનોકસમાં બતાવાશે

સનાતન ધર્મરક્ષક સમિતિના પ્રમુખ વિજયભાઇ વાંકના સહયોગથી

રાજકોટ તા. ૧૦ : શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિના પ્રદેશ પ્રમુખ વિજયભાઇ વાંક દ્વારા માત્ર મહિલા માટે તા. ૧૧ રવિવારે લવ જેહાદ ‘ધ કેરલા સ્‍ટોરી' ફિલ્‍મનો નિઃશુલ્‍ક શો ગોઠવવામાં આવ્‍યો છે. બહેનોને વિનામૂલ્‍યે ટીકીટ તેમજ સાથે નાસ્‍તાની વ્‍યવસ્‍થા કરેલ છે.

ભારત રાષ્‍ટ્ર જેમની ઉપર ગર્વ લઇ શકે તેવું લવ જેહાદ સામે આંખ ઉઘાડતુ અને ધર્મને આધિન ધર્મ કાજે હિન્‍દુત્‍વના દર્શન કરાવતું ફિલ્‍મ ‘ધ કેરલા સ્‍ટોરી' છે. જે રાજકોટ શહેરના સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવામાં આવતા શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિના પ્રદેશ પ્રમુખ વિજયભાઇ વાંક દ્વારા આ સંપૂર્ણ ફિલ્‍મ રાજકોટના બહેનોને વિનામૂલ્‍યે તા. ૧૧ને રવિવારના રોજ રાજકોટના રિલાયન્‍સ મોલ ‘આઇનોકસ' ખાતે બપોરે ૧૨ કલાકના શોમાં બતાવવા વ્‍યવસ્‍થા કરાઇ છે. આ ફિલ્‍મ બહેનોએ અમુક નિહાળવા અને વધુ માહિતી માટે વિજયભાઇ વાંક (મો. ૯૮૨૪૪ ૬૫૩૭૬)નો સંપર્ક કરવા જણાવાયું છે.

(4:36 pm IST)