Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

આજી ડેમમાં ર.૮પ કરોડ લીટર નર્મદા નીર ઠાલવાયા : આવક ચાલુ

છેલ્લા અઠવાડીયામાં ૧ર૦ એમસીએફટી જળ જથ્‍થો આવતા ૧પ દિ'નું પાણી આવ્‍યું: ડેમની સપાટી ર૦ ફુટે પહોંચી

રાજકોટ, તા., ૧૦ : ગત માર્ચ મહીના બાદ શહેરની જીવાદોરી સમા આજી-૧ ડેમમાં ત્રીજી વખત સૌની યોજના અંતર્ગત નર્મદા નિર ઠલવાઈ રહ્યા છે. છેલ્લા અઠવાડીયામાંથી આજી-૧ માં  સૌની યોજનાનું ૧ર૦ એમસીએફટી એટલે કે ર.૮પ કરોડ લીટર ૧પ દિવસનું પાણી ઠાલવવામાં આવ્‍યું છે.  હજુ પણ આવક ચાલુ છે. છેલ્લા અઠવાડીયામાં આજી-૧ ડેમમાં ૧૨૦ એમ.સી.એફ. ટી. એટલે કે ત્રણ ફૂટ જેટલુ નર્મદા નિર છોડી દેવામાં આવ્‍યું છે. સપ્તાહ પૂર્વે આજી-૧ ડેમની સપાટી ૧૭ ફૂટે હતી અને હાલમાં ૨૦ ફૂટે પહોંચી ગઈ છે. આમ સપ્તાહ દરમ્‍યાન જ આજીની સપાટીમાં ત્રણ ફૂટનો વધારો થઈ ગયો છે.

 શહેરને પાણી પુરૂં પાડતા મુખ્‍યસ્ત્રોત એવા આજી-૧માં ૪૭૯.ર૦ એમસીએફટી,  ન્‍યારીમાં ૪૮૯.ર૦ એમસીએફટી પાણી છે. ત્‍યારે આજી અને ન્‍યારીમાં જૂન સુધીનો જળ જથ્‍થો ઉપલબ્‍ધ છે ત્‍યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા બીજા તબક્કાનું બાકી રહેલ સૌની યોજનાનું આજી-૧માં ૨૦૧ એમસીએફટી તથા ન્‍યારી-૧માં ૧૬૫ એમસીએફટી પાણી ઠાલવવા સરકારને પત્ર પાઠવી માંગ કરવામાં આવતા આજી-૧ ડમેમાં  ૮ દિ' પહેલા  એટલે કે   પાણી ઠાલવવાનો પ્રારંભ કરતા આજ દિન સુધીમાં કુલ ૧ર૦ એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્‍યું છે.

 શહેરની પીવાનું પાણી પુરૂં પાડતા આજી-૧, ન્‍યારી-૧ અને ભાદર ડેમમાં આ વર્ષે મેઘરાજા મનમુકીને વરસતા છલોછલ ભરી આપ્‍યો હતો પરંતુ દિવસેને દિવસે પાણીની માંગ વધતા શહેરના જીવાદોરી સમા આજી-૧ અને ન્‍યારી-૧ ડેમમાં સૌની યોજનાનું ૫૦૦ થી ૧૦૦૦ એમસીએફટી પાણી ઠાલવવા મનપા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ રજૂઆતને મંજૂરી આપી પ્રથમ તબક્કે આજીમાં ૮૦૦ એમસીએફટી અને ન્‍યારીમાં ૧૦૫ એમસીએફટી  નર્મદા નીર ઠાલવવામાં આવ્‍યા છે. હવે સૌની યોજનાના બાકી રહેલ પાણી આ બંને ડેમોમાં ૧૫ મે સુધીમાં ઠાલવવા મનપા તંત્ર દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

(4:48 pm IST)