Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રાજકોટ ભાજપ લીગલ સેલ દ્વારા સીટી સર્વે કચેરીના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને પત્ર

રાજકાટ તા. ૧૦ :  પ્રદેશ લીંગલ સેલ સહ કન્વીનર તથા બાર કાઉન્સીલ આક ઈન્ડીયાના સદસ્ય દિલીપભાઈ પટેલ તથા રાજકોટ શહેર લીંગલ સેલ કન્વીનર હિતેશ એચ. દવે દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,  મહેસુલ મંત્રી કૌશીકભાઈ પટેલ તેમજ સેટલમેન્ટ કમિશ્નરને પત્ર લખી રાજ્યની સીટી સર્વે કચેરીમાં નીચે મુજબ ના સુધારાઓ કરવા રજુઆત કરેલ

 રાજયના દરેક જીલ્લા, તાલુકામાં સીટી સર્વે કચેરી દ્વારા નિયત કરેલ નમુના મુજબ જે તે અરજદારની અરજીકમાં જયારે નોંધ પડાવવા જાય છે ત્યારે સીટી સર્વે કચેરી દ્વારા અરજી મળ્યા અંગેનો S.M.S. અરજદાર ને મળે છે.

સદરહું વિગત ખુબજ સારી છે પરંતુ દા.ત. રાજકોટ શહેરમાં —૩ (૧,૨,૩) ઝોન આવેલ છે જેથી કયા ઝોન દ્વારા અરજી સ્વીકારાય છે તેની વિગત S.M.S.માં આવતી નથી તેથી કોમ્પ્યુટર પ્રોગામના S.M.S.નાં પ્રોગ્રામમાં આ પ્રકારે સુધારો કરાવવો જોઈએ જેમ કે સીટી સર્વે કચેરી નંબર ....., સીટી સર્વે વોર્ડ નં. ..... તથા સીટી સર્વે નંબર ..... લખાવવુ જરૂરી છે જેથી અરજદારને પુર્ણ વિગત મળી શકે તેમજ નોંધની અસર તથા નોંધનો સમય મર્યાદા પુર્ણ થયે ફાઈનલ નોધમાં ઉપર જણાવ્યા મુજબનો પુરી વિગતનો S.M.S. પ્રાપ્ત થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા પત્રમાં જણાવેલ છે.

 વર્તમાન સમય માં પર્યાવરણ બચાવવા માટે તેમજ વૃક્ષોનું વધુ વાવેતર થાય તથા પૃથ્વીમાં સ્વચ્છ ઓકસીજન પ્રાપ્તી માટે પણ વૃક્ષોની જરૂરીયાત છે ત્યારે કાગળની બચત ખુબજ જરૂરી છે ત્યારે જે તે અરજદારને પોતાની નકલ ઓછા કાગળમાં અને ઓછા ખર્ચે પ્રાપ્ત થાય તેવુ રાજ્ય  સરકાર તે દિશામાં નાગરીકો ને સારી સુવિધા પ્રાપ્ત થાય તે પ્રકારના ખૂબ સારા પ્રયત્નો  થઈ રહયા છે ત્યારે સદરહું સીટી સર્વે કચેરીના મનઘડત પરીપત્રના કારણો અરજદારને ન જોઈતી વધારાની ફરજીયાત અન્યની મિલ્કતના પ્રોપર્ટીકાર્ડના ઉતારાની નકલ પ્રતી રૂ. ૫/- લેખે ફરજીયાત આપવામાં આવે છે જેના કારણે મિલ્કતના કૌભાંડો અથવા તો અન્ય લોકો તે સબંધે ગેરઉપયોગ કરી ખોટા લીટીગેશન થવાની સંભાવનાઓ વધે તે પહેલા અને વધુ વૃક્ષો કપાય નહિ તે માટે તેમજ પર્યાવરણ બચાવવા માટે પણ અરજદારોને ન જોઈતા ખોટા વધારાના કાગળનો બગાડ થતો અટકાવવા અને તેના કારણે વૃક્ષોનું છેદન અટકાવવા માટે સીટી સર્વેના કાર્ડ ફરજીયાત પણે આપે છે તે બંધ થવા અને જોઈએ અને તે પ્રમાણે ફકત અરજદારનું જ પ્રોપર્ટીકાર્ડ મળે તેવી વ્યવસ્થા ઉભી કરવા પત્રમાં જણાવેલ છે.

દસ્તાવેજ માં ખરીદનાર તથા વેચનારના મોબાઈલ નં. ફરજીયાત પણે દાખલ કરાવી અને ઈ-ધરા કેન્દ્ર તથા સીટી સર્વે કચેરી દ્વારા બજાવાતી ૧૩૫ ડી ની નોટીસ પી.ડી.એફ.થી સીધા અરજદાર ને મોબાઈલ માં નોટીસ બજાવવામાં આવે તો દરેક કચેરીમાં લાખો રૂપીયા ની પોસ્ટ સ્ટેમ્પ, કવર તેમજ સદરહું કચેરીના કર્મચારી તથા કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગના કર્મચારીનો સમય, શકિતનો વ્યય થતો અટકશે અને સરેરાશ સરકાર ને પણ આર્થીક રીતે ખુબજ ફાયદો થશે. તેમ કન્વીરન હિતેષ એચ. દવેએ જણાવ્યું છે.

(2:57 pm IST)
  • મુંબઈના મેયર કિશોરી પેડનેકરનો કોરોના ટેસ્‍ટ પોઝીટીવ આવ્‍યો છે : તેણે કહેલ કે તે એ સીમ્‍ટોમેટીક છે access_time 5:53 pm IST

  • અમેરિકાના ઓરેગનમાં આવેલા જંગલમાં ભીષણ આગ : સખત તાપમાનને કારણે ફાયર ફાઈટર પણ પાછા ફર્યા : અનેક ઘરો બળીને ખાખ : 4 લાખ 70 હજાર એકર જમીનમાં આગની જ્વાળાઓ ફેલાતા અનેક લોકોનું સ્થળાંતર કરાયું access_time 11:46 am IST

  • દેશમાં કોરોનાનો વિસ્ફોટ :છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 95,529 નવા પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 1168 લોકોના મોત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 95,529 કેસ વધ્યા: કુલ કેસની સંખ્યા 44.62.965 થઇ : 9,18,185 એક્ટીવ કેસ :વધુ 73,057 દર્દીઓ સાજા થતા કુલ 34,69,084 રિકવર થયા : વધુ 1168 લોકોના મોત સાથે મૃત્યુઆંક 75,091 થયો access_time 12:45 am IST