Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કોરોના ગ્રસ્ત દર્દી ને વ્હારે આવતા જાણીતા ઉદ્યોગપતિ અતુલ ઓટો લિ. ના હરીશભાઈ ચાન્દ્રા

એક માસ માં બે વખત પ્લાઝમા ડોનેટ કરી માનવ ધર્મ બજાવ્યો

રાજકોટઃ હાલની કોરોના વાયરસ   બીમારીથી લોકો ખૂબ તકલીફ સહન કરી રહ્યાં છે. ગુજરાત સરકાર, ડોકટરો, મેડિકલ વિભાગ, પેરા મેડિકલ સ્ટાફ આ રોગ થઈ મુકત કરવા દિવસ રાત એક કરી રહ્યા છે.  ત્યારે કોરોના રોગ માં અતિ જરૂરી પ્લાઝમા બ્લડ મેળવવા ખૂબ તકલીફ પડી રહી છે. છેલ્લા થોડા સમયથી આ અંગે જાગૃતિ લાવવા અને કોરોનાથી મુકત થયેલા લોકો ને પ્લાઝમા બ્લડ આપવા ઝુંબેશ ચલાવતા રાજકોટના સામાજિક અગ્રણી મુકેશભાઈ દોશી,ઉપેનભાઈ મોદી એ અત્યાર સુધી માં ૧૦ જેટલા દર્દીને પ્લાઝમા મળે તેવી વ્યવસ્થા કરી આપેલ છે. હાલમાં એક ખાનગી હોસ્પિટલ માં સારવાર લઈ રહેલ દર્દી ને પ્લાઝમા બ્લડ ની જરૂર પડતા તુરત તેમને દેશની જાણીતી કંપની અતુલ ઓટો લી ના સંચાલક ઉદ્યોગપતિ હરીશભાઈ ચાન્દ્રા નો સંપર્ક કરતા તેઓ બધું કામ છોડી પ્લાઝમા ડોનેટ કરવા પહોંચી ગયા હતા. ખૂબ ગર્વ સાથે કહેવાનું કે શ્રી હરીશભાઈ ચાન્દ્રા એ એક માસ માં આ બીજી વખત પ્લાઝમા ડોનેટ કરી માનવ ધર્મ બજાવ્યો છે.  એક પ્લાઝમા.ડોનેટ કરવા થી બે દર્દી ને પ્લાઝમા આપી શકાય છે. એટલે બે લોકો ના જીવ બચાવવા નિમિત્ત્।  બનાવી શકાય.

(4:02 pm IST)