Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

હોન્ડા ડાયરેકટ કરી ભાગતાં શખ્સને પકડતાં ગણેશભાઇ પર પથ્થરમારો

રણુજા મંદિર પાસે બનાવઃ શખ્સ હુમલો કરી ભાગી ગયો

રાજકોટ તા. ૧૦: કોઠારીયા સોલવન્ટ પાસે ગુલાબનગરમાં રહેતાં અને ડ્રાઇવીંગ કામ કરતાં ગણેશભાઇ નવઘણભાઇ ચોટીયા (ભરવાડ) (ઉ.વ.૪૩) રાતે દસેક વાગ્યે રણુજા મંદિર પાસે કનૈયા ચોકમાં પોતાનું બાઇક રાખીને થોડે દૂર ઉભા હતાં ત્યારે એક શખ્સ તેનું બાઇક ડાયરેકટ કરી લઇ જવાનો પ્રયાસ કરતો હોઇ તેને હોકારો કરી પડકારીને પકડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને પથ્થરથી હુમલો કરી ભાગી ગયો હતો.

ગણેશભાઇને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હુમલાખોર પોતાનું નામ સંજય હોવાનું કહેતો હતો અને તેણે નશો કર્યો હોય તેવું જણાતું હતું. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(12:05 pm IST)