Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

એક જ દિવસમાં પાંચ શખ્સોને પાસાઃ ૮ દિ'માં ૧૨ને જેલભેગા કરતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

દારૂ અને ચોરીના ગુનામાં સંડોવણી હતીઃ રામનાથપરાના સિરાજ, લોઠડાના મયુર, ઓીરસ્સાના અજય, પવિત્ર અને ગોવર્ધનને અમવાદાદ, ભુજ, વડોદરા જેલહવાલે કરાયાઃ ભકિતનગર, આજીડેમ પોલીસ અને પ્ર.નગર પોલીસ તથા પીસીબીની કાર્યવાહી

રાજકોટ તા. ૧૦: દારૂ અને ચોરીના ગુનાઓમાં સામેલ પાંચ શખ્સોને એકસામટે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે પાસા તળે અલગ-અલગ જેલમાં ધકેલી દીધા છે. નોંધનીય છે કે છેલ્લા આઠ દિવસમાં કુલ ૧૨ શખ્સોને પાસા તળે અલગ-અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આજે જે પાંચને પાસા થયા છે તેની દરખાસ્તો ભકિતનગર, આજીડેમ, પ્ર.નગર પોલીસે કરી હતી. પીસીબીની ટીમે પણ કામગીરીમાં ભાગ ભજવ્યો હતો.

રામનાથપરા-૧૮માં બરફના કારખાનાવાળી શેરીમાં રહેતાં સિરાજ યુસુફભાઇ મુલીયા (ઉ.વ.૩૩) વિરૂધ્ધ દારૂના ગુના નોંધાયા હોઇ ઇ-ગુજકોપ એપમાં ચેક કરી તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત ભકિતનગર પોલીસે મુકી હતી.   જ્યારે લોઠડા ગામે રહેતો મયુર પરબતભાઇ બારૈયા (ઉ.વ.૨૦) પણ દારૂની પ્રવૃતિમાં સંડોવાયો હોઇ તેને પણ પાસામાં ધકેલવાની દરખાસ્ત આજીડેમ પોલીસે મુકી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે બંને દરખાસ્ત મંજુર કરી સિરાજ અને મયુરને અમદાવાદ જેલહવાલે કરવા હુકમ કરતાં ભકિતનગરના પીઆઇ જે. ડી. ઝાલા, પીસીબીના પીઆઇ એન. કે. જાડેજા, પીએસઆઇ જે. બી. પટેલ, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, રણજીતસિંહ પઢારીયા, હિરેનભાઇ, ભાવશેભાઇ, રણજીતસિંહ જાડેજા, હાર્દિક પીપળીયા તથા આજીડેમ પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. એમ. ઝાલા, ભરતસિ઼હહ પરમાર, ધર્મેન્દ્રસ્િંહ, સ્મિતભાઇ, રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરી સહિતે બજવણી કરી હતી.

આ ઉપરાંત પ્ર.નગર પોલીસે રેલનગરમાંથી ચોરીના ગુનામાં પકડેલા મુળ ઓરિસ્સાતા ત્રણ શખ્સો અજય ગજીનભાઇ નાગ (ઉ.૪૦), પવિત્ર ઉર્ફ પબિત્ર અકિલભાઇ નાગ (ઉ.૩૦) તથા ગોવર્ધન ઉર્ફ પિન્ટૂ નિત્યાનંદ પાત્ર (ઉ.૨૫)ને પણ પાસામાં ધકેલવાની દરખાસ્ત થઇ હોઇ તે પણ પોલીસ કમિશ્નરશ્રીએ મંજુર કરી અનુક્રમે ભુજ, અમદાવાદ અને વડોદરા જેલમાં ત્રણેયને ધકેલવા આદેશ કર્યો હતો.

આ વોરન્ટની બજવણી પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ પટેલ, પીએસઆઇ બોરીસાગર, સંજયભાઇ દવે સહિતની ટીમે કરી હતી. આ ત્રણેય શખ્સો દિવસે કડીયા કામની સાઇટ  પર મજૂરી કરતાં હતાં અને રેકી કરી લેતાં હતાં. બાદમાં રાતે બંધ મકાનોમાંથી ચોરીઓ કરવાની ટેવ ધરાવતાં હતાં.

(12:05 pm IST)