Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

૫૫ વર્ષના ધારાબેન પંડ્યાને ત્વરીત મા અમૃતમ કાર્ડ કાઢી અપાયું

સંવેદશનશીલ સરકારની પ્રજાકલ્યાણ યોજનાઓને સંવેદનાસભર પ્રતિસાદ આપતાં આરોગ્ય કર્મીઓ

રાજકોટ : ગુજરાતની સંવેદનશીલ સરકારે સતત નાગરિકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય અને સુપોષણને પોતાનો નૈતિક ધર્મ સમજીને બહુઆયામી આયોજન કર્યું છે.ત્યારે ગુજરાતની જરૂરિયાત મંદ પ્રજાની આ સમસ્યાના નિવારણ અર્થે રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી માં અમૃતમ યોજના અમલી છે. આવો જ એક કિસ્સો રાજકોટના જંકશન પ્લોટ ખાતે આવેલી આયુષ્યમાન ભારતની કચેરી બન્યો. જયાં ૫૫ વર્ષીય ધારાબેન પંડ્યાને અચાનક હાથ અને પગમાં દુખાવો થતા શારીરિક અશકિત થવા માંડી, થોડી વારમાં દુઃખાવો એટલો વધ્યો કે તે પથારીવશ થઇ ગયા, મધ્યમવર્ગીય પંડ્યા પરિવાર માથે જાણે વિપત્તિ આવી પડી. સારવારનો ખર્ચ કાઢવો પરિવાર માટે મુશ્કેલ હતો. અને તેમની પાસે માં અમૃતમ કાર્ડ પણ ન હતું, કાર્ડના અભાવે મધ્યમવર્ગીય પરિવારને મુશ્કેલી ન વેઠવી પડે તે માટે આયુષ્યમાન ભારતની કચેરીના કર્મચારીઓ પંડ્યા પરિવારની મદદે આવ્યા. ધારાબેનના બધા આધારભૂત પુરાવા ચકાસી, આવશ્યક પ્રક્રિયા કરી તુરંત ત્યાં ને ત્યાં જ ધારાબેનને માં અમૃતમ કાર્ડ કાઢી આપ્યું. હાલ ધારાબેન સારવાર હેઠળ છે.

(1:05 pm IST)