Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

નિવૃત્ત વિદ્યુત કર્મચારી મંડળના કાર્યકારી પ્રમુખ તરીકે ગીરીશભાઇ પરમારની વરણી

રાજકોટ તા. ૧૦ : મુળ જીઇબી અને હાલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમની સબસીડરી કંપનીઓમાં ફરજ બજાવી નિવૃત થયેલા ગીરીશભાઇ પરમાર (મો.૯૯૨૫૬ ૧૯૨૧૮) ની વીજ કર્મચારીઓના યુનિયન 'નિવૃત્ત વિદ્યુત કર્મચારી મંડલના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી થતા ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેઓ મનરેગામાં ડીરેકટર તરીકે અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં પણ ડીરેકટર તરીકે સેવા આપી રહ્યા છે.

(3:16 pm IST)