Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પાણીની લાઇનનું ખાતમુહુર્ત

શહેર વોર્ડ નં. ૬માં આવેલ વિસ્તાર પરશુરામ ઇન્ડસ્ટ્રીઝમાં પીવાના પાણી વિતરણ પાઇપ લાઇનનું ૬૮ના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના હસ્તે ખાત મુહર્ત કરાયું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર અશ્વીનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, કોર્પોરેટર મુકેશભાઇ રાદડીયા, દેવુબેન મનસુખભાઇ જાદવ, મનસુખભાઇ જાદવ, વોર્ડ નં. ૬ ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઇ કુંગસીયા, મહામંત્રી દુષ્યંતભાઇ, વિરમભાઇ, જગાભાઇ રબારી, રાજકોટ શહેર મહિલા ભાજપ પ્રમુખ નયનાબેન પેઢડીયા, ભરતભાઇ ઢોલરીયા, પરશુરામ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ભદ્રાયુભાઇ, વિલેશભાઇ પટેલ, મનીષભાઇ પટેલ, મગનભાઇ પટેલ, રમીણકભાઇ પટેલ, પરેશભાઇ પટેલ, ચમનભાઇ પટેલ, શકિતદાનભાઇ ગઢવી સહીત ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.

(3:20 pm IST)