Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

પ્રહલાદ પ્લોટમાં સીલીકોન પેવર કામનો પ્રારંભ

શહેરના વોર્ડનં.૭માં રૂ. ૨ કરોડ, ૨૦ લાખના ખર્ચે ૭ કી.મી. જેટલી લંબાઇ પર પ્રહલાદ પ્લોટની શેરીનં. ૧ થી શેરીનં. ૫૧ ખાતે બેડકોટ સીલીકોનથી પેવર કામનો પ્રારંભ વિધાનસભા-૭૦ના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, હેમુભાઇ ચૌહાણ, જીતુભાઇ ચાવાળા, હર્ષદભાઇ કુંડલીયા, ભારતીબેન જાનીના હસ્તે અને વોર્ડના કોર્પોરેટર કશ્યપ શુકલ, અજય પરમાર, મીનાબેન પારેખ, હીરલબેન મહેતાની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો હતો. આ તકે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, શહેર ભાજપ, કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ પ્રમુખ રમેશભાઇ દોમડીયા, મહામંત્રી અનીલ લીંબડ, જીતુ સેલાર, રમેશ પંડ્યા, જયેન્દ્ર મહેતા, પુનીતાબેન પારેખ, કીરીટભાઇ વજીર, હીતેશભાઇ ફીચડીયા, ઉમેશભાઇ ધામેચા, વીશાલ માંડલીયા, હર્ષદભાઇ રાણપરા, રાજુભાઇ ચાવડા, ભરતભાઇ પરમાર, નીરવભાઇ મહેતા, જી.એસ. માંડલીયા, નરેશભાઇ દુદકીયા, ટીનાભાઇ કોઠારી, ચેતનભાઇ મહેતા, મહેશભાઇ સાતા, સહીતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:21 pm IST)