Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કોઠારીયા સોલવન્ટનો ફિરોઝ ઉર્ફ ભાઇજાન પિસ્તોલ-કાર્ટીસ ભૈયા પાસેથી લાવ્યાનું રટણ

એસઓજીની ટીમે વધુ એક ગેરકાયદેસર હથીયાર પકડ્યું : હેડકોન્સ. સમીરભાઇ શેખ, કોન્સ. અજીતસિંહ પરમારની બાતમી પરથી પીએસઆઇ સોનારા અને ટીમનો દરોડોઃ ફિરોઝ અગાઉ હત્યાની કોશિષ અને ચોરીના ગુનામાં સંડોવાઇ ચુકયો છે

રાજકોટ તા.૧૦: એસઓજીની ટીમે વધુ એક ગેરકાયદેસર હથીયાર અને કાર્ટીસ સાથે એક શખ્સને પકડ્યો છે. કોઠારીયા સોલવન્ટ નુરાની પરા નુરી મસ્જીદ પાસે રહેતાં ફિરોઝ ઉર્ફ ભાઇજાન સલિમભાઇ સોલંકી (ઉ.વ.૩૧)ને તેના ઘર નજીકથી રૂ. ૧૦ હજારની દેશી પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટીસ સાથે પકડી લેવાયો છે. પોતાને માથાકુટ ચાલતી હોઇ એક ભૈયા પાસેથી એકાદ વર્ષ પહેલા લીધી હોવાનું તે રટણ કરતો હોઇ સાચી વિગતો ઓકાવવા તેના રિમાન્ડની તજવીજ થઇ રહી છે.

એસઓજીના હેડકોન્સ. સમીરભાઇ શેખ, કોન્સ. અજીતસિંહ પરમારની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. ફિરોઝ ઉર્ફ ભાઇજાન અગાઉ થોરાળાના હત્યાની કોશિષના ગુનામાં અને ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. તેણે રટણ કર્યુ હતું કે પોતાને માથાકુટ ચાલતી હોવાથી હથીયાર સાથે રાખતો હતો. આ હથીયાર એક ભૈયા પાસેથી લીધું હતું. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ આર. વાય. રાવલના માર્ગદર્શનમાં પીએસઆઇ અતુલ એસ. સોનારા, સમીરભાઇ, નિલેષભાઇ ડામોર, અજીતસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

(11:41 am IST)