Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

તરઘડીયાના હાલના સસ્તા અનાજના દુકાનદારનો પરવાનો રદ્દ કરી અન્યને આપોઃ અનેક ફરિયાદો છે

તરઘડીયાના સરપંચ અને ગ્રામજનો કલેકટર કચેરીએ દોડી આવ્યાઃ આવેદન આપ્યું

તરઘડીયાના ગ્રામજનોએ સસ્તા અનાજના દુકાનદાર સામે રજુઆતો કરી તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૦: તરઘડીયા ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનોએ આજે કલેકટર કચેરી ખાતે રૂબરૂ દોડી આવી કલેકટરને આવેદન પાઠવી, સસ્તા અનાજની દુકાન હાલની રદ્દ કરી અન્ય નાગરિકને આપવા રજૂઆતો કરી હતી.

આવેદનમાં જણાવેલ કે ઉપરોકત ગામમાં નંદાબેન પરમાર સસ્તા અનાજની દુકાન ચલાવે છે, તેઓ અંગે વારંવાર ફરીયાદ ગ્રામ પંચાયતને મળેલ છે, રેશનકાર્ડ ધારકોને અનાજ ઓછું આપે છે, તેઓની દુકાનને કોરોના કાળ દરમિયાન મામલતદારે રજુઆતને ધ્યાને લઇ પ મહિના સીલ મારેલ હતું, પરંતુ જીલ્લા પુરવઠા અધીકારીએ કેસ ચલાવી નજીવા દંડથી ફરીથી સસ્તા અનાજની દુકાન ચાલુ કરવાનો પરવાનો આપેલ છે, પરંતુ ગ્રામજનોની રજુઆત છે કે, આ દુકાનદારને પરવાનો ન આપવો તેમજ પરવાનો કાયમી ધોરણે રદ્દ કરી અન્ય કોઇ નાગરિકને સસ્તા અનાજનો પરવાનો આપવા અમારી અપીલ છે.

(2:52 pm IST)