Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

મવડી-બાપા સીતારામ ચોક રસ્‍તાની ભંગાર હાલતથી લતાવાસીઓ ત્રાહીમામ

આ વિસ્‍તારમાં કોર્પોરેશન પ્રદિપ ડવ મેયર બન્‍યા પછી લોકોની મુશ્‍કેલી ભૂલી ગયા ?

રાજકોટ,તા. ૧૧ :  શહેરનાં મવડી વિસ્‍તારમાં બાપા સીતારામ ચોકમાં રસ્‍તાની ભંગાર હાલતથી અહીના લતાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

આ બાબતે લતાવાસીઓમાં ઉઠવા પામેલી ફરીયાદ મુજબ  મોવડી ચોકડી થી બાપાસીતારામ ચોક સુધીના રસ્‍તાની હાલત ખરાબ હાલતમાં છે, છેલ્લા ઘણા સમયથી રસ્‍તામાં સમારકામ નું કામ ચાલુ હતું  પરંતુ અંતે જે સે થે જેવી  હાલતમાં આ  રસ્‍તા થઇ જાય છે, નક્કી લાગી રહ્યું છે આ રસ્‍તાના સમારકામ માં  મૈયર આંખ આડા હાથ કરી રહ્યા છે આ વિકટ પરિસ્‍થિતિ થી દુકાનદારો અને લોકો પણ કંટાળી ગયા છે,  આવા બિસ્‍માર રોડ ના  હાલતથી વાહન ચાલકો ને મુશ્‍કેલી પડે છે એમનું  સમારકામ જરૂરી છે , અહી ના બાપા સીતારામ ચોક પર મોટું સર્કલ  બનાવવામાં આવ્‍યું છે ત્‍યારે મોટી બસ અને મોટા વાહન ચાલકોના આ સર્કલ પર વળાંક લેવો મુશ્‍કેલ પડે છે ત્‍યારે આ સર્કલ ને સત્‍વરે  નાનું કરવામાં આવે તો વાહન ચાલકો ની  મુશ્‍કેલી ઓછી થઇ શકે તેમ છે, લોક જાગળતિ થી ટીલારા ચોકડી  લોકો એ ટાયર નું સર્કલ બનાવ્‍યું પણ તંત્ર હજુ સુધી ત્‍યાં સર્કલ બનાવવા માંગતી નથી.

વગળ ચોકડીએ સર્કલ માં  લાઇટ સુવિધા નથી , મવડી પાળ રોડ પર આવેલ સરદાર રેસ્‍ટોરન્‍ટ ની બાજુ માંથી નીકળતો એસી ફુટ નો રોડ તાત્‍કાલીક કરવામાં આવે તથા કણકોટ રોડ પાણીના ટાંકા સામે નીકળતો હોક્રરી માર્ગ  તાત્‍કાલિક ડામર રોડ કરવામાં આવે તો ખેડૂતોને શાંતિ થઈ શકે તેમ છે, મવડી રોડ પર  ગ્રીન પાર્કની બહાર  અને ત્‍યાં થી લઇ ને મોવડી ચોકડી સુધી ખડકાતા વાહનો ના આડેધડ ર્પાકિંગ અને અનેક વાહન ચાલકો ને મુશ્‍કેલીમાં મૂકી દે છે તો તંત્ર આ  બધીબાબતે મૌન સેવી રહ્યું છે પાળ ગામના પ્રવેશ કરતા જખરાપિર મંદિર પહેલા પુલ આવે એ જર્જરીત હાલતમાં છે આ પુલ માં કોઈપણ જાતની રેલિંગ નથી રાવકી ના ઉદ્યોગકારો રાત્રે આવતા રેલિંગ વગરના પુલમાં પડી જવાની ઉદ્યોગકારોને ચિંતાઓ સતાવે છે, મવડી  થી પાળ ગામ ના રોડ ને તાત્‍કાલિક ડબલ  રોડ કરી અહી ના નવા ૧૫૦ ફૂટ રોડ ને સ્‍ટ્રીટ લાઈટ થી જગમગતા કરવા જરૂરી છે. તેવી માંગ વિસ્‍તારવાસીઓએ ઉઠાવી છે.

(2:57 pm IST)