Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

મ.ન.પા.માં પેપરલેસ વહીવટી પ્રક્રિયા કરાવો : ડે.મેયર ડો.દર્શિતા શાહ

રાજકોટ,તા. ૧૧ : ડેપ્યુટી મેયર ડાઙ્ખ.દર્શિતાબેન શાહે મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજુઆતમાં જણાવેલ છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરીજનો માટે જુદી જુદી સેવાઓ ઓનલાઈન કરવામાં આવેલ છે. આ સેવાઓનો લાભ બહોળા પ્રમાણ શહેરીજનો લે છે. રાજકોટ મહાનગરપાલિકા હસ્તક જુદી જુદી શાખાઓ આવેલ છે. આ શાખાઓમાં કરવામા આવતી કાર્યવાહીમાં બહોળા પ્રમાણમાં કાગળનો ઉપયોગ થાય છે. જેમકે આઉટવર્ડ, ઈન્વર્ડ, જુદા જુદા પરીપત્રો, હુકમો, બીલો, ફાઈલો વગેરેમાં કાગળનો ઉપયોગ વધુ થાય છે. જયારે આ ડિઝીટલ યુગમાં બને ત્યા સુધી પેપર લેસ કાર્યવાહી કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાને દ્યણો ખર્ચ બચી શકે તેમ છે. જેથી ક્રમશઃ ઉકત બાબતોને ડિઝીટેલાઈઝેશન કરવું જરૂરી છે. જેથી કાગળ તથા સમયનો બચાવ થઈ શકશે. તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી સેવાઓ ઓનલાઈન કરવામાં આવેલ છે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે તેમને સંલગ્ન જુદી જુદી સેવાઓનો સોફટવેર પણ હાલ અમલમાં છે. જેથી ઉકત જુદી જુદી બાબતોને આ સોફટવેર સાથે જોડી દેવામાં આવેતો વહીવટી પ્રક્રિયા ઝડપી થઈ શકે તેમ છે. ઉકત બાબતો ધ્યાને લઈ વહીવટી પ્રક્રિયાને પેપર લેસ અને સરળ બને તે બાબતે મ્યુનિ. કમિશનરશ્રીને રજુઆતમાં ડે.મેયર ડો.દર્શિતાબેન શાહે જણાવેલ છે.

(3:50 pm IST)