Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

૧૨ ફેબ્રુઆરીઃ પ્રસિધ્‍ધ પુરાતત્‍વવિદ પી.પી. પંડયાની પુણ્‍યતિથી

‘‘શતાબ્‍દી વંદના- પુરાતત્‍વ મહારત્‍ન પી.પી.પંડયા'' પુસ્‍તક પ્રસિધ્‍ધ થશેઃ જેમાં વિવિધક્ષેત્રના વિદ્વાનોએ પોતાની ભાવના વ્‍યકત કરેલ છે

રાજયને રાષ્‍ટ્રના પુરાતત્‍વીય ઈતિહાસમાં મહત્‍વપૂર્ણ સ્‍થાન અપાવનાર પુરાતત્‍વ મહારત્‍ન શ્રી પી.પી.પંડયાની ૧૨ ફેબ્રુઆરી પુણ્‍યતિથિ છે. (૧૯૨૦-૧૯૬૦) પુરાતત્‍વવિદે પ્રાગૈતિહાસીક, આદ્યઐતિહાસીક અને ઐતિહાસીક સમયના ૨૦૦ ઉપરાંત સ્‍થળોની શોધ અને તે પણ ૩૯ વર્ષના અલ્‍પઆયુમાં અને કારકીર્દીના પણ અલ્‍પ સમયમાં ૧૯૫૩ થી ૧૯૬૦ ફરત ૭ વર્ષમાં આ સંશોધન કાર્ય કર્યુ. આ કાર્યથી પુરાતત્‍વવિદ શ્રી પી.પી.પંડયા રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ ખ્‍યાતિ પ્રાપ્‍ત બન્‍યા. આજે તેમના અવશાનને આટલા વર્ષો પછી પણ પી.પી. પંડયાને તેમના સંશોધનોને ભાવપૂર્વક, આદર સાથે તેમના કાર્યોને વધાવતા અને પ્રેરણાદાયી ગણાવી તેમને યાદ કરવામાં આવે છે.

પૂરાતત્‍વવિદ શ્રી પી.પી.પંડયાના પુત્ર અને શ્રી જયાબહેન ફાઉન્‍ડેશનના મેનજીંગ ટ્રસ્‍ટી પરેશ પંડયા જણાવે છે કે ૮ નવેમ્‍બર ૨૦૨૦ના રોજ મહાન પુરાતત્‍વવિદ શ્રી પી.પી.પંડયાનુ શતાબ્‍દી વર્ષ (૧૯૨૯- ૨૦૨૦) પુરૂ થયું. શતાબ્‍દી વર્ષની શરૂઆતમાં જ જાણીતા મેગેઝીન ‘‘ભાતીગળ સૌરાષ્‍ટ્ર''એ વિશેષાંક  બહાર પાડી પુરાતત્‍વવિદને શબ્‍દાંજલી,ભાવાંજલી અર્પી તેના મહાન સંશોધન કાર્યને યાદ કરેલ, તા. ૭ જાન્‍યુઆરી-ર૦્‌ના રાજ સૌરાષ્‍ટ્ર યુનીવર્સીટી દ્વારા ‘‘પુરાતત્‍વ અને શ્રી પી.પી.પંડયા અને તેમના કાર્યો''  વિષય પર મહત્‍વપૂર્ણ સેમીનારનું આયોજન કરેલ જેના મુખ્‍ય વકતાપદે જાણીતા પુરાતત્‍વવિદ, સાહિત્‍યકાર શ્રી નરોત્તમભાઈ પલાણે વકતવ્‍ય આપી પુરાતત્‍વવિદના સંશોધન કાર્યની મહત્‍વતા અને મહાનતા અંગે પ્રકાશ પાડેલ હતો. કોરોના મહામારીના કારણે બીજા કાર્યક્રમો મોકુફ રાખી શ્રી જયાબહેન ફાઉન્‍ડેશન  દ્વારા શતાબ્‍દી વર્ષ અનુસંધાને આર્થીક નબળા કુટુંબોને અનાજ વિતરણ કરેલ જેમા સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના રોજમદાર કર્મચારીઓને ત્રણ વખત ઘઉ, ચોખા, ખીચડી, તુવેરદાળ, ચણાદાળ અને તેલની કીટનું વિતરણ કરી પુરાતત્‍વવિદ શ્રી પી.પી.પંડયાની યાદમાં સેવા કાર્ય કરેલ હતું. શતાબ્‍દી વર્ષ દરમ્‍યાન પૂજય સ્‍વામીે માઘવપ્રિયદાસજીના આશીર્વાદથી શ્રી સ્‍વામીનારાયણ ગુરૂકુળ  વિશ્વ વિદ્યા પ્રતિષ્‍ઠાનમ્‌       SGVP અમદાવાદ સંસ્‍થા દ્વારા પુરાતત્‍વવિદ પી.પી.પંડયાને તેમના મહાન સંશોધનો બદલ ‘‘પુરાતત્‍વ મહારત્‍નએવોર્ડ'' પૂ. સ્‍વામી માઘવપ્રિયદાસજી દ્વારા ચાલતી ઓનલાઈન કથામાં વ્‍યાસપીઠ ઉપરથી જાહેર કરવામાં આવ્‍યો જેને દેશ વિદેશના મહાનુભાવો દ્વારા આદરપૂર્વક આવકારવામાં આવ્‍યો.

પંડયા પરીવાર દ્વારા ‘‘શતાબ્‍દી વંદના-પુરાતત્‍વ મહારત્‍ન પી.પી.પંડયા'' નામથી પુરાતત્‍વ અને ઈતિહાસ માટે મહત્‍વનું પુસ્‍તક ટુક સમયમાં પ્રસિધ્‍ધ થનાર છે. જેમાં રાજકીયક્ષેત્રના મોભીઓ, રાષ્‍ટ્રીય કક્ષાના પુરાતત્‍વવિદો, ઈતિહાસવિદ્‌, ધાર્મિક પુરૂષો, સાહિત્‍યકારો, અગ્રણી પત્રકારો, શિક્ષણવિદોએ શુભેચ્‍છા, તેમના મહાન સંશોધનોની મહત્‍વવતા, તેમના કાર્યોની કદર, તેમના પ્રેરણાદાયી પ્રદાન અંગે લેખ લખેલ છે. જે એક સંદર્ભ ગ્રંથ બનશે તેમ અંતમાં પરેશ પંડયાએ જણાવેલ છે.

પરેશ પંડયા,

જયાબહેન ફાઉન્‍ડેશન, રાજકોટ, મો.૯૪૨૯૫ ૭૧૬૬૩

(11:53 am IST)