Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

બેડી બેઠકમાં પરિવારવાદ : ભાજપના દાવેદારો -ટેકેદારોમાં ભારે કચવાટ

નાગદાનભાઇ સામે ઉચ્ચ કક્ષા સુધી રજુઆત

રાજકોટ,તા. ૧૧: જિલ્લા પંચાયતની બેડી બેઠક પર નાગદાનભાઇ ચાવડાના ભત્રીજાના પરિવારમાંથી ભાજપની ટીકીટ અપાતા ભારે કચવાટ ફેલાયાનું જાણવા મળે છે. સેન્સ વખતની અન્ય દાવેદારોના નામ ચલાવી આખરે પાર્ટીએ સુમિતાબેન રાજેષભાઇ ચાવડાનું નામ જાહેર કર્યું છે. પરિવારવાદના મુદે નાગદાનભાસ સામે ઉચ્ચ કક્ષા સુધી રજુઆત શરૂ થયાનું જાણવા મળે છે.

બેડી બેઠકમાં પાટીદાર, કોળી મત વધુ પ્રમાણમાં હોવા છતા ને વર્ગની અવગણના કરી આહીર સમાજમાંથી ચાવડા પરિવારને ટીકીટ અપાયાની રજુઆત ઉપર સુધી પહોંચાડાયેલ છે. બોધરા પરિવાર, ખીમાણીયા પરિવાર વગેરેની દાવેદારી હતી.

તાલુકા ભાજપાના અગ્રણી વિક્રમ ખીમાણિયાએ બેડી બેઠકમાં ભાજપની ટીકીટ ફાળવણીથી ટેકેદારો, દાવેદારો, કાર્યકરો વગેરેમાં અસંતોષ હોવાનું જણાવી વિશેષ કંઇ કહેવાનું મકાયું હતું.

(3:26 pm IST)