Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

બોગસ બિલો બનાવી વિદેશી દારૂના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ૧૧ :  બોગસ બિલો બનાવી રૂ. ૧,ર૧,૦૦૦ નો વિદેશી દારૂ રાજકોટમાં લાવતા આરોપીમાં ચાર્જશીટ બાદ જામીન મંજુર કરવાનો કોર્ટ હુકમ કરેલ હતો.

બનાવની વિગત જોઈએ તો તા. ૨૫/૧૧/૨૦૨૦ ના રોજ ડી.સી.બી. પોલીસએ કુવાડવા રોડની સામે, આઈ.ઓ.સી. પ્લાન્ટની સામે સેફ એક્ષપ્રેસ પ્રાયવેટ લી. કંપનીમાં હરીયાણાથી વિદેશી દારૂ લાવવામાં આવેલ છે, તેવી પોલીસને ખાનગી રાહે બાતમી મળતા, પોલીસએ ઉપરોકત જગ્યાએ જોતા સ્થળ પર ચાર વ્યકિતઓ દ્રારા અલગ-અલગ બોક્ષમાં કુલ રકમ રૂ. ૧,૨૧,૦૦૦/- નો વિદેશી દારૂ લાવવામાં આવેલ છે, જે બાબતે કાગળો માગતા સ્થળ પર હાજર વ્યકિતએ ખોટા વે બિલ અને ખોટા ઈન્વોઈસ બીલ રજુ કરેલ જે પ્રથમ દૂષ્ટીએ જ ખોટા જણાય આવતા હોય તેથી પોલીસએ દારૂ ભરેલ ટ્રક સહિતનો મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ તા. ૨૫/૧૧/૨૦૨૦ ના રોજ ગુ.૨.નં. ૧૧૨૦૮૦ ૫૫૨૦૦ ૨૬૪૬૮/૨૦૨૦ થી આઈ,પી.સી. કલમ-૪૧૨૦(બી),૪૬૫, ૪૬૭, ૪૭૧ તથા પ્રોહીબીશન એકટની કલમ ૫(ઈ),૧૧૬(બી), ૮૧,૯૮(૨) ની કલમો હેઠળ ફરીયાદ નોંધાવી સ્થળ પર હાજર ચાર આરોપીની તા.૨૫/૧૧/૨૦૨૦ ના રોજ ધરપકડ કરેલ હતી,

સદરહું ચારેય આરોપીના રીમાન્ડ મળતા રીમન્ડ દરમ્યાન મુખ્ય તહોમતદાર તરીકે ધર્મશ કીરીટભાઈ કોરડીયા નુ નામ જાહેર થયેલ હતુ, તેથી પોલીસ દ્રારા ધર્મશ કીરીટભાઈ કોરડીયા ની તા. ૬/૧૨/૨૦૨૦ ના રોજ ધરપકડ કરી રીમાંન્ડ મેળવેલ હતી, ત્યારબાદ આરોપી ધર્મશ કીરીટભાઈ કોરડીયાએ સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરતા સેસન્સ કોર્ટ આરોપીને મુખ્ય તડોમતદાર હોય જામીન અરજ નામંજુર કરેલ હતી, ત્યારબાદ તા.૨૫/૦૧/૨૦૨૧ ના રોજ ચાર્જશીટ થઈ જતા અરજદારએ ફરી રાજકોટના સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા જામીન અરજી દાખલ કરેલ હતી, જે અરજીના કામે ધર્મશ કીરીટભાઈ કોરડીયા વકીલ દ્વારા આ અરજદાર મુખ્ય તહોમતદાર ન હોવાની અને આ કામના અરજદારને અન્ય આરોપીની જેમ પેરીટીનો લાભ મળવા પાત્ર હોય તેવી દલીલ કરેલ અને એરજીના સમર્થનમાં વડી અદાલતની ઓર્થોરીટીઓ રજુ કરેલ.

આ કામના અરજદારના વકીલની દલીલ સાથે અગીયારમાં એડી. ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ જજ શ્રી પી.એન. દવે , સહમત થતા તેઓએ આ કામના અરજદાર ધર્મશ કીરીટભાઈ કોરડીયાને શરતો આધીન રકમ ફરૂ.૫૦,૦૦૦/-પુરાનાજામીન છોડવા હુકમ કરેલ છે, આ કામે આરોપીઓ વતી એડવોકેટ મીતુલ જે. આચાર્ય,  નિરલ કે. રૂપારેલીયા, કેયુ૨ રૂપારેલીયા તથા કૌશીક સોઢા રોકાયેલ હતા.

(3:33 pm IST)