Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

પુસ્તક અવલોકન ધન્વી માહી

શ્રીમદ્દ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી : પત્ર વ્યવહાર અને પ્રભાવલક્ષી સામગ્રી આલેખતુ પુસ્તક

શીર્ષક : શ્રીમદ્દ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી

લેખક- સંપાદક : કુમારપાળ દેસાઇ

પ્રકાશક : રાજસોભાગ સત્સંગ મંડળ, નેશનલ હાઇવે, ૮-એ, સોભાગપુરા, સાયલા ફોન ૦૨૭૭૮- ૨૫૧૩૫૭

૧૬૮ પાનાના આ પુસ્તકમાં જૈન ધર્મના મહાત્મા ગાંધીજી પર પડેલા પ્રભાવ ઉપરાંત શ્રીમદ્દ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીના સંબંધો વિષે કેટલીક સામગ્રી આલેખવામાં આવી છે. ગાંધીજીએ 'સત્યના પ્રયોગો'માં આલેખેલ શ્રીમદ્દ રાજચંદ્રનું વ્યકિતત્વ અહીં રજુ થયુ છે. ઉપરાંત ગાંધીજી અને શ્રીમદ્દરાજચંદ્રજી વચ્ચે થયેલ પત્રવ્યવહારના માધ્યમથી રજુ થતા આધ્યાત્મિક દ્રષ્ટીકોણને પણ આ પુસ્તકમાં સમાવવા સરસ પ્રયાસ થયો છે.

(3:34 pm IST)