Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ત્રંબા નજીક ગઢકાના એક જ પરિવારના ૪ સભ્યોને યુટીલીટીએ ઠોકરે ચડાવ્યાઃ ૧૪ વર્ષની કોમલનું મોતઃ તેણીના પિતા-માતા-ભાઇને ઇજાઃ યુટીલીટીના ડ્રાઇવર સહિત ૩ને ઇજા

લગ્ન પ્રસંગ માટેના કપડા લેવા રાજકોટ આવવા બસની રાહ જોતા'તા ત્યારે બનાવ

રાજકોટઃ બપોરે ત્રંબા નજીક આર. કે. યુનિવર્સિટીના બસ સ્ટોપ પાસે રાજકોટ આવવા માટે બસની રાહ જોઇને ઉભેલા ગઢકાના એક જ પરિવારના ૪ સભ્યોને યુટીલીટીના ચાલકે ઠોકરે ચડાવતાં ૧૪ વર્ષની બાળા કોમલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે તેણીના પિતા પ્રવિણભાઇ છગનભાઇ બથવાર (ઉ.વ.૩૮), માતા રંજનબેન (ઉ.વ.૩૦) તથા ભાઇ દેવાંશુ (ઉ.વ.૨)ને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ના પાઇલોટ પૃથ્વીરાજસિંહ અને ઇએમટી દિવ્યાબેને ખસેડ્યા છેઃ પ્રવિણભાઇના કાકાના દિકરાના આગામી ૧૫-૧૬ લગ્ન હોઇ આ પ્રસંગ માટે પરિવારજનો રાજકોટ કપડા લેવા આવી રહ્યા હતાં ત્યારે આ ઘટના બની હતીઃ યુટીલીટીના ડ્રાઇવર મધ્યપ્રદેશના બલવંત રામસિંહ (ઉ.વ.૨૭), સાથેના દિપક મોતીલાલ (ઉ.૨૩) તથા સાજીદ મહમ (ઉ.૨૫)ને પણ યુટીલીટી પલ્ટી મારી જતાં ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છેઃ આ ત્રણેય એમપીથી લસણ ભરી ભાવનગર ગયા હતાં: ત્યાંથી રાજકોટ તરફ આવી રહ્યા હતાં.

 

 

 

(3:37 pm IST)