Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ગણેશ સોસાયટીમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડોઃ સાત પકડાયા

આજીડેમ પોલીસના બે દરોડાઃ ટ્રાન્સપોર્ટનગરમાં પટમાંથી ચાર પકડાયા

રાજકોટ, તા. ૧૧ :. કોઠારીયા સોલવન્ટ પાસે ગણેશ સોસાયટીમાં મહિલા સંચાલીત ચાલતા જુગારધામ પર આજીડેમ પોલીસે દરોડો પાડી સાતને તથા માર્કેટયાર્ડ પાસે ટ્રાન્સપોર્ટનગરમાં પટમાંથી ચારને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્ટ ગણેશ સોસાયટી શેરી નં. ૩માં એક મહિલા પોતાના મકાનમાં જુગાર રમાડતી હોવાની આજીડેમ પોલીસ મથકના કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ભીખુભાઈ મૈયડને બાતમી મળતા પીઆઈ વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એમ. ઝાલા, હેડ કોન્સ. ઈન્દ્રસિંહ, કૌશેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, શૈલેષભાઈ, કુલદીપસિંહ, ભીખુભાઈ, જયપાલભાઈ, ઉમેદભાઈ તથા મહિલા કોન્સ. ધારાબેન મેઘાણી સહિતે કોઠારિયા સોલવન્ટ ગણેશ સોસાયટી શેરી નં. ૩ બ્લોક નં. ૧૯માં દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક ભાવનાબેન રમેશભાઈ દાણીધારીયા, ગણેશ સોસાયટી શેરી નં. ૩ના પાયલબેન રમેશભાઈ દાણીધારીયા, ગણેશ સોસાયટી શેરી નં. ૨ના નવઘણ જેસીંગભાઈ જીંજુવાડીયા, ભૂપત પ્રાગજીભાઈ ગોહેલ, અનિલ ધીરૂભાઈ ધામેચા, સાંઈધામ સોસાયટી શેરી નં. ૯ના ભાવેશગીરી રતીગીરી ગોસાઈ અને રતીગીરી મોજગીરી ગોસ્વામીને પકડી લઈ રૂ. ૧૩૩૮૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. જ્યારે બીજા દરોડામાં કોન્સ. શૈલેષભાઈ નેચડા અને કુલદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે માર્કેટયાર્ડ નજીક સાગરનગરની સામે ટ્રાન્સપોર્ટનગરમાં રણજીત ટ્રાન્સપોર્ટની સામે ખુલ્લા પટમાં દરોડો પાડી બેડીપરા ગંગેશ્વર મહાદેવ રોડ પરના મહેશ રવજીભાઈ ભાલુ, સંત કબીર રોડ, બાલકૃષ્ણ સોસાયટીના મુન્ના સવાભાઈ જોગરાણા, મોરબી રોડ શ્રી પાર્ક મેઈન રોડ પરના વસંત ઘોઘાભાઈ ટોળીયા અને ગોપાલનગર મેઈન રોડ પરના જલારામભાઈ સોંડલાને પકડી લઈ રૂ. ૧૪૪૭૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(4:23 pm IST)