Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

રાજકોટમાં નવા ૧૦ કેસ

શહેરનો કુલ આંક ૧૫૨૬૦એ પહોંચ્યો : આજ દિન સુધીમાં ૧૫૨૮૦ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૯૮.૨૬ ટકા થયો

રાજકોટ, તા.૪:  વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન શહેર અને જીલ્લામાં  આજ એકપણ મોત નથી નોંધાયું. મૃત્યુ થયુ છેે. શહેરમાં બપોર સુધીમાં ૧૦ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૩નાં સવારે ૮ વાગ્યાથી તા.૪ને  આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં એક પણ દર્દીનું મોત નથી.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૪૫૮ બેડ ખાલી છે.

બપોર સુધીમાં ૧૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  પોઝીટીવ કેસ ૧૫૨૬૦નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૫૨૮૦ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા
૯૮.૨૬ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૯૬૫ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૪૨ ટકા થયો  હતો. જયારે ૩૮ દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫૭૮૬૬૧ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫૫૬૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૯ ટકા થયો છે.

(4:26 pm IST)