Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

વિદેશી દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર બુટલેગર ભગો ઉર્ફે ભગવાનજી પકડાયો

યુનિવર્સિટી પોલીસે મોટા મવા પાસેથી દબોચ્યો

રાજકોટ, તા. ૧૧ :  ગાંધીગ્રામ વિસ્તારમાં વિદેશી દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર શખ્સને યુનિવર્સિટી પોલીસે મોટામવા લક્ષ્મીના ઢોરા પાસેથી પકડી લીધો હતો. મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ.એ.એેસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ, પી.એસ.આઇ. એ.બી. જાડેજા, હેડ કોન્સ રાજેશભાઇ, હરપાલસિંહ, મહેન્દ્રસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, મુકેશભાઇ, અજયભાઇ બ્રીજરાજસિંહ સહિતે ભગો ઉર્ફે ભગવાનજીભાઇ પુંજા ધોરાળીયા (ઉ.વ.૪૭) (રહે. મોટામવા નવો ૧પ૦ ફૂટ રોડ લક્ષ્મીનો ઢોરો) ને પકડી લીધો હતો. ભગો ગાંધીગ્રામ પોલીસ મથકમાં પકડાયેલ દારૂની ૧ર બોટલ દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર હતો. ભગો અગાઉ વિદેશી દારૂના ૧પ, મારામારાના બે સહિત ૧૮ જેટલા ગુનામાં પકડાઇ ચુકયો છે. અને તે ચાર વખત પાસામાં પણ જઇ ચુકયો છે.

(4:27 pm IST)