Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

વિજયભાઇ બાવડાને બાઇક પરથી ખેંચી પછાડી લાકડી-પાઇપના ઘાઃ એક પગ ભાંગી નાંખ્યો

સહકાર રોડ પર રઘુવીર સોસાયટીમાં બનાવઃ ચૂંટણી વખતે થયેલા ડખ્ખાનો ખાર ઉતાર્યો : પાડોશી નારણ ખુંગલા, લાભુભાઇ ખુંગલા અને બે અજાણ્યાએ ખૂનની ધમકી પણ દીધાની ફરિયાદ

રાજકોટ તા. ૧૧: સહકાર રોડ પર રઘુવીર સોસાયટી-૩માં રવેચી કૃપા ખાતે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં વિજયભાઇ રામભાઇ બાવડા (ગઢવી) (ઉ.વ.૪૭) પર રાત્રે તેમના જ પડોશીઓ  સહિતે બાઇક પરથી ખેંચીને પછાડી દીધા બાદ લાકડી-પાઇપથી બેફામ માર મારી પગ ભાંગી નાંખતાં  સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

બનાવની જાણ હોસ્પિટલ ચોકી મારફત થતાં ભકિતનગરના પીએસઆઇ એસ. એન. જાડેજાએ ત્યાં પહોંચી વિજયભાઇના પત્નિ રામબાઇબેન (રમાબેન) બાવડા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી તેના પડોશીઓ નારણ લાભુભાઇ ખુંગલા (આહિર) અને લાભુભાઇ આપાભાઇ ખુંગલા તથા બે અજાણ્યા સામે આઇપીસી ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. વિજયભાઇ ઘર પાસે બાઇક હંકારીને જતાં હતાં ત્યારે જુના મનદુઃખનો ખાર રાખી તેને બાઇક પરથી ખેંચીને પછાડી દીધા બાદ નારણ, લાભુભાઇ અને બે અજાણ્યાએ લાકડી-પાઇપથી આડેધડ માર માર્યો હતો. જેમાં ડાબો પગ ભાંગી ગયો હતો.

ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી પણ અપાઇ હતી. વિજયભાઇએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે ગત આરએમસીની ચૂંટણીમાં તેની ઇકો ગાડી મામલતદાર કચેરી હસ્તક ચૂંટણીના કામ માટે વોર્ડ નં. ૧૩, ૧૪, ૧૫માં મુકવામાં આવી હતી. તે વખતે ગાડી લઇ પોતે ઘરે આવતાં હોઇ પડોશીઓએ ઘર પાસે કાર લાવવી જ નહિ તેમ કહી ઝઘડો કરતાં ત્યારે તેણે પોલીસને જાણ કરી હતી. એ બાબતનું મનદુઃખ હોઇ આ હુમલો કરાયો હતો.

(1:06 pm IST)
  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST

  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST

  • એક લાખ કરોડ રૂપિયાના IL&FS કૌભાંડમાં માસ્ટર માઈન્ડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસ પૂર્વ ચેરમેન રવિ પાર્થશારથીની ધરપકડ : ચેન્નાઈ પોલીસની અપરાધ શાખા એ ધરપકડ કરી :ઈકોનોમિક ઓફિસ (EOW)એ કહ્યું કે પૂર્વ ચેરમેન રવિ પાર્થસારથીના નેતૃત્વમાં IL&FS ફ્રોડ કરવાનું મુખ્ય મથક બની ગયું હતું. access_time 12:41 am IST