Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

મેટોડા જીઆઇડીસીમાં ૮૪ બોટલ દારૂ સાથે જયેશ ડેર પકડાયો

રાજકોટ, તા., ૧૧: લોધીકાના મેટોડા જીઆઇડીસીમાં રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી ૮૪ બોટલ દારૂ સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

મેટોડા જીઆઇડીસી ગેટ નં. ૧, આશુતોષ  પાર્ક સામે, ન્‍યુલાઇક સામે, શેરી નં. ૧ ખાતે રહેતો જયેશ ભીખાભાઇ ડેર રહે. મુળગામ વડાલી સિંહણ, તા. કલ્‍યાણપુર, દારૂનુ વેચાણ કરતો હોવાની બાતમી મળતા લોધીકાના પીએસઆઇ કે.કે.જાડેજા તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ રાજદીપસિંહ ગોહીલ સહીતના સ્‍ટાફે રેડ કરી ૮૪ બોટલ દારૂ કિંમત ૪૨,૦૦૦ સાથે જયેશને ઝડપી લીધો હતો.

(12:55 pm IST)