Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

મ્‍યુનિસિપલ કોર્ટ પ્રાંગણમાં વૃક્ષારોપણ

રાજકોટ : મ્‍યુનિસિપલ કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. જેમાં ૧૦ વૃક્ષો વાવવામાં આવ્‍યા હતા. આ કામગીરી પ્રિન્‍સીપાલ ડિસ્‍ટ્રીકટ જજ ઉત્‍કર્ષ ટી. દેસાઇના માર્ગદર્શન હેઠળ તથા જયુડી. મેજી.ફ.ક. (મ્‍યુનિ.) જજ નેહા રાતુસરીયાની ઉપસ્‍થિતિમાં તેમજ કોર્ટ સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(3:48 pm IST)