Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ભાજપનો કાર્યકર દેશના લોકો માટે સારો માર્ગદર્શક પૂરવાર : રત્નાકરજી

રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલયે પ્રથમ પરિચય બેઠક : પ્રશિક્ષણ વર્ગ અંગે ચર્ચા વિચારણા

રાજકોટ : ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તથા સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી વિનોદભાઇ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલયે જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયાની અધ્યક્ષતામાં પ્રથમ પરિચય બેઠક યોજાઇ હતી. જેમાં પ્રશિક્ષણ વર્ગની માહીતી રજુ કરાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, કુંવરજીભાઇ બાવળીયા, જિલ્લા સંગઠન પ્રભારી રક્ષાબેન બોળીયા, મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ગૌ સેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા, પૂર્વ જિલ્લા પ્રમુખ ડી. કે. સખીયા, પૂર્વ ધારાસભ્યો બાવનજીભાઇ મેતલીયા, ભાનુબેન બાબરીયા, પ્રવિણભાઇ માંકડીયા, પ્રદેશ કારોબારી સભ્યો જશુમતીબેન કોરાટ, ચેતનભાઇ રામાણી, વી. ડી. પટેલ, દિનેશભાઇ અમૃતિયા વગેરે ઉપસ્થિત રહેલ. આ તકે રત્નાકરજીએ ઉદ્દબોધનમાં જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીએ બહુ સંઘર્ષ કરીને જે મેળવ્યુ છે તેના પર થોડુ ધ્યાન રાખવાની જરૂર છે. ભાજપના કાર્યકરને ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં લોકો એક માર્ગદર્શકના રૂપમાં જોઇ રહ્યા છે. ભાજપનો પ્રત્યેક કાર્યકર રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડાયેલો છે. બેઠકમાં કાર્યક્રમની વિસ્તૃત માહીતી સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ રજુ કરી હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયાએ જનઆશીર્વાદ યાત્રાની સફળતા બદલ સૌ કાર્યકર્તાઓનો આભાર વ્યકત કરેલ. બેઠકમાં ઉપસ્થિત તમામ હોદેદારોનું શબ્દોથી સ્વાગત મહામંત્રી મનસુખભાઇ રામાણીએ કરેલ. અંતમાં આભારવિધિ મહામંત્રી મનીષભાઇ ચાંગેલએ કરી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપના હોદેદારો, જીલ્લા યુવા મોરચા, જિલ્લા મહિલા મોરચા, જીલ્લા અનુ.જાતિ મોરચા, જિલ્લા કિસાન મોરચા, જિલ્લા બક્ષીપંચ મોરચા તેમજ જિલ્લા લઘુમતિ મોરચાના પ્રમુખ તેમજ મહામંત્રીઓ, શહેર તાલુકાના પ્રમુખો, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા, જિલ્લાની તમામ નગરપાલિકાના પ્રમુખ તથા તાલુકા પંચાયતોના પ્રમુખો સહીત જિલ્લાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ જિલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરૂણ નિર્મળની યાદીમાં જણાવાયુ છે.

(3:22 pm IST)