Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

વિનામુલ્‍યે ડાયાબીટીસ અને બ્‍લડપ્રેશર ચેકઅપ કેમ્‍પઃ ૧૫૦ લોકોએ લાભ લીધો

સરકારી નિયમો અને માસ્‍ક સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનું પાલન

રાજકોટઃ વ્‍હાઇટ ડેઝી સુગર કેર કંપની દ્વારા રેસકોર્ષ રીંગરોડ ઉપર યુનિયન બેંકની સામે વિનામુલ્‍યે ડાયાબીટીસ અને બ્‍લડપ્રેશર ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. જેનો ૧૫૦ લોકોએ લાભ લીધો હતો. હાલમાં કોરોનાકાળમાં સ્‍વાસ્‍થ્‍ય સારૂ રાખવુ ખુબ જ જરૂરી બન્‍યુ છે. આ હેતુથી સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ અને સરકારી નિયમોના સંપૂર્ણ પાલન સાથે કેમ્‍પ યોજાયો હતો. ધર્મેન રૂપારેલ, નિશિથ લેબોરેટરી અને યોગેશ શાહનો સહયોગ મળેલ. તેમ ચેતન બાંભડીયા અને રચના રુપારેલની યાદીમાં જણાવાયુ છે.  (મો. ૮૯૮૦૬૬૯૯૫૭)

(12:00 pm IST)