Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

આજે રાષ્ટ્રીય યુવા દિવસ : શિક્ષા-રોજગાર મુદ્દે ચર્ચા

યુવાઓ વિશ્વાસઘાત ઓળખી ચૂકયા છે સરકારની ઇચ્છા સમજી રહ્યા છે યુવા : દેશમાં યુવાઓ માટે શિક્ષા અને રોજગારના અવસરોના મુદ્દા ચર્ચાના કેન્દ્રમાં છે. સત્તા પક્ષ જ્યાં સંગઠીત -અસંગઠીત ક્ષેત્રમાં યુવાઓના કૌશલ વિકાસ દ્વારા ઉધમિતા અને રોજગારના અવસર વધારવાની વાત કરી રહી છે. ત્યારે વિપક્ષનો દાવો છે કે સરકારના નારાઓ નકલી છે.

બીવી શ્રીનિવાસ અધ્યક્ષ યુવા કોંગ્રેસ

 સ્ટાર્ટઅપ ઇન્ડીયા જેવા નારા નકલી અને ભ્રામક

યુવા પોતાની સાથે થયેલ વિશ્વાઘાત જાણી ચૂકયા છે. દર વર્ષે બે કરોડ નોકરીનો ભરોસો દીધો હતો પણ ૭ વર્ષ થવા આવ્યા છતાં કેટલાને નોકરી મળી ? કયારેક નોટબંધી, ગબ્બરસિંહ ટેકસ અને લોકડાઉનથી કરોડો લોકોની નોકરી ખતમ કરી દીધી મેક ઇન ઇન્ડીયા, સ્ટાર્ટઅપ ઇન્ડીયા જેવા નકલી નારા દેવામાં આવી રહ્યા છે.

નોકરી માંગનારને રાષ્ટ્રવિરોધી ગણાવાય છે

સરકાર પોતાની દરેક જવાબદારીથી પીછેહઠ કરી રહી છે. દેશ ઓછામાં ઓછો ૨૦-૨૫ વર્ષ પાછળ ચાલ્યો ગયો છે. સરકાર ઇચ્છે કે ડિગ્રીએ મેળવીને પણ યુવાઓ ભજીયા તળે અને વેંચે કોઇ અવાજ ઉઠાવે અને નોકરી માંગે તો તેને રાષ્ટ્રવિરોધી કરાર દેવાય છે. રોજગાર ન હોવાથી યુવાઓ આત્મહત્યા કરી રહ્યા છે.

કોંગ્રેસની નિતીઓથી ઉભા થયેલ સંસ્થાનો ખતરામાં

કોંગ્રેસની નિતીઓથી દેશમાં વિશ્વ સ્તરના સંસ્થાઓ ઉભા થયા છે. આજે સરકાર તેને પ્રાઇવેટ હાથોમાં દેવા ભારે પ્રયત્નમાં છે. કોંગ્રેસના સમયમાં ગરીબ, આદીવાસી, દલીત, યુવા બધાને તક મળતી હતી. પણ, હવે બધા શિક્ષણ સંસ્થાન ફકત અમીરો માટે થઇ ગયા છે. કોંગ્રેસ કાળમાં નિર્મિત સંસ્થાનો ધ્વંશ કરાઇ રહ્યા છે.

નારાજ યુવાઓનો અવાજ બની રહ્યો છે વિપક્ષ

સરકાર યુવાઓને ન તો શિક્ષા કે નોકરી દઇ રહી નથી, ન તો તે તરફ કોઇ પ્રયાસ કરે છે. વિપક્ષ આ નારાજ યુવાઓની અવાજ બની રહ્યું છે. તેમની પીડા સમજીએ છીએ અને તે અમારી સાથે એકજુટ થઇ રહ્યા છે. સરકાર યુવાઓને પરસ્પર લડાવવાની જે કોશીશ કરે છે અને તેમને સાવધાન કરીએ છીએ.

 શિક્ષા બજેટ ઘટાડ્યું, સરકાર પાસે વિઝન નથી

યુપીએ સરકારમાં શિક્ષા -રોજગાર ઉપર સૌથી વધુ ધ્યાન હતુ, પણ આ સરકારે શિક્ષાનું વજન ઘટાડવાનું શરૂ કર્યું. યોજનાઓની નામ બદલી અને ખાનગીકરણ કરી પોતાના નામ કરવા માંગે છે. આ ટેલીવીઝન સરકાર છે. તેમની પાસે કોઇ વિઝન નથી. યુવા સમજી ચૂકયા છે અને તેમની વાતમાં આવવાના નથી.

રાજ્યવર્ધનસિંહ રાઠોડ  સંસદ, ભાજપ

 પહેલા દિવસથી સમજી યુવા શકિતની જરૂરતો

મોદી સરકારે દેશની યુવા શકિતને અને તેમની જરૂરતોને પહેલા દિવસથી સમજી છે. સરકારે રોજગાર અને શિક્ષાની સાથે કૌશલ વિકાસને પ્રાથમીકતમાં રાખી અને કોશીશ છે કે અમે ફકત બજાર નહીં પણ ઉત્પાદક હબ બની તે રોજગાર અવસર ખૂબ વધે. શિક્ષા નિતીને પણ વધુ રોજગારાત્મક બનાવાઇ છે.

 માળખાકીય વિકાસ અંગે વ્યાપક કામ

સરકાર ઉચિત નીતિઓ બનાવે અને તેનુ પાલન કરાવે છે. સરકારે યુવાઓને વધુમાં વધુ અવસર અપાવવા માટે પરિસ્થિતીનું નિર્માણ કરવાની સાથે પોતે સક્રીયતાથી આગળ આવી છે. માળખાકીય વિકાસ અંગે વ્યાપક કામ થઇ રહ્યું છે. જેનાથી સીધા યુવાઓને લાભ મળી રહ્યો છે.

કામકાજની તુલનાથી જવાબ મળી જશે

મજબુત અને દુરંદર્શી યોજના બનાવવી.કાર્યાન્વીત કરવી અને સાચા વ્યકિત સુધી તેને પહોંચાડવી અંગેના ત્રણેય ભાગના કામ જુઓ અને કોંગ્રેસ સરકારની તુલના કરો, જવાબ મળી જશે. કોંગ્રેસ સરકારોમાં પોલીસી લકવાની સ્થિતીનો અંદાજો તેના ઉપરથી આવશે કે ૧૯૫૦ના કૃષિ કાયદાઓ આજ સુધી બદલાયા ન હતા.

વિપક્ષનો એજન્ડા સકારાત્મક નથી

ગત ૬ વર્ષનો રેકોર્ડ જોવો તો સ્પષ્ટ થશે કે વિપક્ષનું લક્ષ્ય સંસદને ચાલવા દેવાનું રહ્યું છે. બહાર કોઇ પણ ચર્ચાની માંગ કરવી અને સરકાર તરફથી તક આપવા ઉપર ચર્ચાની માંગ કરવી અને સરકાર તરફથી તક આપવા ઉપર હંગામો કરવો. જો સકારાત્મક એજન્ડા હોત તો વિપક્ષના યુવા નેતાનો આટલો મજાક ન બનતો હોત.

યુવાઓને ભડકાવવાની કોશીશમાં વિપક્ષ

યુવાઓને ભડકાવવાની વિપક્ષની ઐતિહાસિક સ્તરે કોશીશ રહી છે. પણ મને નથી લાગતુ કે યુવાઓ ઉપર ગંભીર અસર થઇ રહી છે. એક પાર્ટી ૨૦૦૮માં ગુપચુપ રીતે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે ખાનગી એમઓયુ અને ડોકલામ સંઘર્ષ દરમ્યાન ચીનના રાજદુત સાથે મુલાકાત કરવીએ યુવાઓના મનમાં સવાલ ઉભો કરે છે.

૧ શું યુવાઓને રોજગાર -શિક્ષા અપાવવા સરકાર પુરા પ્રયત્નો કરે છે ?

૨ શું ખાનગીકરણના સમયમાં સરકારોના હાથમાં આ અંગે ઘણુ રહી ગયું છે ?

૩ રોજગાર -શિક્ષાની આજની પરિસ્થિતી માટે શું પાછળની કોંગ્રેસ સરકાર જવાબદાર છે ?

૪ શું વિપક્ષ યુવાઓને સકારાત્મક એજન્ડા આપવામાં નાકામ સાબીત થઇ છે

૫ શું યુવાઓનું ધ્યાન રોજગાર -શિક્ષાથી હટાવી વિભાજનકારી મુદ્દાઓ તરફ લઇ જવાય છે

(4:04 pm IST)