Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ખુશ ખબર : ગોંડલ ચોકડી એ ઓવરબ્રીજનું કામ શરૂ થયું

રાજકોટ : ગોંડલ ચોકડી આસપાસના વિસ્તાર અને રાજકોટ સિટીમાંથી શાપર (વેરાવળ) રોજ ગોંડલ ચોકડીએથી અવર - જવર કરે છે, તેના માટે ખુશ ખબર છે. રાષ્ટ્રિય હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગોંડલ ચોકડી બ્રિજનું કામ ચાલુ કરી દીધું છે જે લાંબા સમયથી બંધ પડેલું હતું. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી સોઈલ ટેસ્ટિંગનું કામ પુરા જોરશોરથી ચાલી રહ્યું છે, અને લોકોમાં આ યુદ્ધના ધોરણે થઈ રહેલા કામથી ખુબજ ખુશીનો માહોલ જોવા મળીરહ્યો છે. NHAI દ્વારા સલામતીના યોગ્ય પગલાઓની કાળજી લેવામાં આવી રહી છે, જેથી આ વ્યસ્ત માર્ગ પર ટ્રાફિકનો સરળ પ્રવાહ પણ જાળવી શકાય. તે પ્રકારે બ્રીજનું કામ શરૂ કરાયુ છે જે તસ્વીરમાં દર્શાય છે.

(4:45 pm IST)