Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

રૈયા સ્‍માર્ટ સીટી લાઇટ હાઉસ પ્રોજેકટ હવે જીજાબાઇ ટાઉનશીપ તરીકે ઓળખાશે

વોર્ડ નં. ૧,૪,૧૧ તથા ૧ર ની આવાસ યોજનાના નામકરણ, વિવિધ ભરતીના નિયમોમાં ફેરફાર, સેટઅપ સહિતની ૧પ દરખાસ્‍તો

રાજકોટ, તા. ૧૧: આગામી તા. ૧૯ ની એ મળનાર મનપાની સાધારણ સભામાં રૈયા સ્‍માર્ટ સીટીની ટાઉનશીપ જીજાબાઇ ટાઉનશીપ તથા વોર્ડ નં. ૧, ૪,૧૧,૧ર ની આવાસ યોજનાના નામકરણ કરવા સહિતની ૧૪ દરખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવશે.

મ્‍યુનિ. કોર્પોરેશનની દ્વિમાસીક સાધારણ સભા ૧૯ મી એ ગુરૂવારે યોજાશે.  જેમાં વાવડી સિપાહી જમાત વકફ ટ્રસ્‍ટ, વાવડીને કબ્રસ્‍તાન માટે સરકારી ખરાબા વાવડી રે.સ.ન઼. ૧૪૯/પૈકીની જમીનમાં નીમ કરવા.

શહેરમાં કોઠારીયા રોડ પર આવેલ વીર ભગતસિંહ શોપીંગ સેન્‍ટરની ગ્રા. ફ.સ. દુકાન નં. ૪૦માં ખરીદનારના નામનો ઉમેરો કરી આપવા.

સેનેટરી સબ ઇસ્‍પેકટર જગ્‍યાના ભરતીના નિયમોમાં ફેરફાર કરવા.

ટેકનિકલ આસીસ્‍ટન્‍ટ (ટેકસ) સંવર્ગની લાયકાત, ભરતીના નિયમોમાં સુધારો કરી. વર્ક આસીસ્‍ટન્‍ટ (સિવિલ) સંવર્ગમાં સમાવેશ કરવા અને નામાભિધાન વર્ક આસીસ્‍ટન્‍ટ (સિવિલ) કરવા.

રાજકોટ મહાનગરપાલિકાની વર્ક આસીસસ્‍ટન્‍ટાઇલેકટ્રીકલ) સંવર્ગના રિક્રુટમેન્‍ટરૂલસમાં સુધારો કરવા.

રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખામાં ફરજ બજાવતા સફાઇ કામદારને તેની નોકરી દરમ્‍યાન સફાઇ કામગીરીના કારણે કોઇ રોગના ભોગ બને અને કાયમી અશકત જાહેર થાય અથવા સફાઇ કામદારનું નોકરી દરમ્‍યાન અવસાન થાય અથવા સફાઇ કામદાર લાપતા હોય તેવા સંજોગોમાં તે સફાઇ કામદારના કોઇ એક વારસદારને રહેમરાહે નોકરી આપવા અંગેના નિયમોમાં સુધારા કરવા.

મવડી નગરપંચાયતના કુલ -૦ર(બે) કર્મચારીઓની રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓ રૈયા નગરપાલિકાના કર્મચારીઓની માફક તા. ૦૧-૧૦-ર૦૦૧ થી વર્ગ-૩માં જુનિયર કલાર્ક સંવર્ગમાં નેશનલ અસરથી સળંગ ગણવા.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતિ સરોજીની નાયડુ ગર્લ્‍સ હાઇસ્‍કુલના રોજમદાર જુનિયર કલાર્ક શ્રી નિલેશ ક્રાંતિલાલ પંડયાને રાજકોટ મહાનગરપાલિકાના કાયમી સ્‍ટાફ સેટઅપની જુનીયર કલાર્કની જગ્‍યા પર સમાવેશ કરવા.

શહેરના વોર્ડ નં. ૧૧ માં વેસ્‍ટ ઝોન પેકેજ-૧ હેઠળ તૈયાર થયેલ આવાસ યોજનાના  શોપીંગ સેન્‍ટરની દુકાનો જાહેર હરરાજીથી વેચાણથી આપી, દસ્‍તાવેજ કરી આપવા, શહેરના વોર્ડ નં. ૪ માં ટી. પી. ૩૧ ના એફ. પી. ૩૧-એ, ૩૧-૩ અને ૩૧-૪ પર તથા ટી. પી. ૩૧ ના એફ. પી. ૩૧-એ. ૩૧-૩ અને ૩૧-૪ વોર્ડ નં. ૧૧ માં ટી. પી. ર૪ના એફ. પી. પ૭-૧, તથા ટી. પી. ર૪ ના એફ. પી. પ૭-ર વોર્ડ નં. ૧ર માં ટી. પી. ર૭ ના એફ. પી. ૪૧-એ. અને વોર્ડ નં. ૧ર માં ટી. પી. ર૭ના એફ. પી. ૪૮-એ વોર્ડ નં. ૧૦ માં ટી. પી. -પ ના એફ. પી. ૩૪૮ તથા વોર્ડ નં. ૧ માં ટી. પી. ૯ ના એફ. પી. એસ. ૦-ર, પર બનાવવામાં આવેલ જુદી જુદી આવાસ યોજનાઓના નામકરણ કરવા તેમજ શહેરના વેસ્‍ટ ઝોન વોર્ડ નં. ૧ માં ટી. પી. સ્‍કીમ નં. ૩ર (રૈયા) એફ. પી. ૬૩-૧૦ (ડ્રાફટ) ૬૪ (પરામર્શ) રૈયાધાર એસ. ટી. પી. સામે, પરશુરામ મંદિર પાસે, રૈયા રોડ ખાતે બનાવવામાં આવેલ લાઇટ હાઉસ પ્રોજેકટ ૧૧૪૪ આવાસો (આઇડબલ્‍યુએસ-ર) નું જીજાબાઇ ટાઉનશીપ નામકરણ કરવા, શ્રી અરવિંદભાઇ મણીયાર પુસ્‍તકાલયના બોર્ડમાં સભ્‍ય તરીકે રાજકોટ મહાનગરપાલિકાના પ્રતિનીધીની નિમણુંક કરવા રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ મીડીયા કલબના સંયુકત ઉપક્રમે યોજાનાર મીડિયા ક્રિકેટ ટુર્નામેન્‍ટ માટે શ્રી માધવરાવ સિંધીયા ક્રિકટ ગ્રાઉન્‍ડ વિનામૂલ્‍યે ફાળવવા.

 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા નં. ૭, ૩, ૭,૪૯,૬ર ના ભાડૂતી મકાન તેમના મકાન માલિકને પરત સોંપવા  રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ ટી. પી. સ્‍કીમોમાં સમાવિષ્‍ટ વાણીજય હેતુના અનામત પ્‍લોટસમાં ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કો. લિ. દ્વારા નવા સબ સ્‍ટેશન બનાવવા માટે જમીનો વેંચાણથી આપવા.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્‍ય શાખા હેઠળના અર્બન મેલેરીયા વિભાગનું સ્‍ટાફ સેટઅપ રીવાઇઝડ કરવા તેમજ ભરતી - બઢતીના નિયમોમાં ફેરફાર કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ સહિતની દરખાસ્‍તોનો નિર્ણય કરવામાં આવશે.

(3:54 pm IST)