Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

ભારત-તિબ્‍બત સંઘની સંયુકત બેઠક સંપન્‍નઃ વિવિધ ક્ષેત્રના અગ્રણી જોડાયા

રાજકોટ,તા. ૧૨ : ભારત-તિબ્‍બત સંઘની યાદી મુજબ રાજકોટ જિલ્લા અને મહાનગર ભારત-તિબ્‍બત સંઘના સર્વે કારોબારી સભ્‍યોની સંયુકત બેઠક યોજાઇ ગઇ. આ પ્રસંગે મુખ્‍ય અતિથિ વિશેષપદે નિવૃત સેના અધિકારી અને સમાજ સેવક કેપ્‍ટન જયદેવ જોષી, તેજસ ભટ્ટી તથા અતિથિ વિશેષ તરીકે જૂનાગઢના ચંદ્રેશભાઇ હેરમા તથા જામનગરના શ્રીમતી ડીમ્‍પલબેન રાવલ, જગતભાઇ રાવલ તથા પાયલબેન શર્મા,જામનગર સંજયભાઇ ડોડીયા-વેરાવળ, ગીર સોમનાથ તથા શ્રીમતી મંજુલાબેન સુયાની તથા શ્રીમતી સીમાબેન પુરોહિત, તથા શ્રીમતી નિતાબેન હેરમા-જૂનાગઢ ઉપસ્‍થિત રહ્યા હતા

આ પ્રસંગે વિશેષ આમંત્રિત પદે વોર્ડ નં. ૧૦ના કોર્પોરેટર અને આરોગ્‍ય સમિતિના ડો.રાજેશ્રીબેન ડોડીયા તથા લો-કોલેજના વાઇસ પ્રિન્‍સીપાલ પુર્વીબેન સીનોજીયા, ઇશ્વરીયા સ્‍કુલના પ્રિન્‍સીપાલ રાજેશ્વરીબેન બૌવા તથા હિરેનભાઇ રાઠોડ તથા ભારત-તિબ્‍બત સંઘના ગુજરાત પ્રદેશ મહિલા વિભાગના અધ્‍યક્ષ ડો.મૃણાલીનીબેન ઠાકર તથા મહાનગર અધ્‍યક્ષ શ્રીમતી દિવ્‍યાબેન ભટ્ટ વિગેરે હાજર રહ્યા હતા પી.ડી.ઠાકર, યોગેનભાઇ છનીયારાએ શુભેચ્‍છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉપાધ્‍યક્ષ ડો.વિજયભાઇ પીઠડીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું આમંત્રિત વક્‍તાઓ તથા મહેમાનોનું સ્‍વાગત સન્‍માન ખેસ, પુસ્‍તકો અને પુષ્‍પગુચ્‍છ દ્વારા કરવામાં આવ્‍યું હતું જેમાં સંકલનમાં શ્રીમતી અમીબેન ભટ્ટ, શ્રીમતી જાનવીબેન ગોહેલ, ભવદિપભાઇ, રૂદ્રભાઇ જોડાયા હતા ડો.રૂચિ ચર્તુવેદી રચિત ભારત-તિબ્‍બત સંઘના ગીતનું સંકલન કુ.જાનવીબેન ચૌહાણ, કુ.રિધ્‍ધિબેન સાકરેલીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું. તેમજ દિપ પ્રાગટયનું સંકલન જાનવીબેન સોલંકીએ કર્યું હતું.

આ પ્રસંગે કેપ્‍ટન જયદેવ જોષીએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. ડો.જયસુખભાઇ મકવાણા હાજર રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.નિખીલભાઇ ભટ્ટનો વિશેષ સહયોગ રહ્યો હતો. આભારવિધી રાજકોટ જિલ્લા અધ્‍યક્ષ ડો.રીનાબેન દવે દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ડો.રીનાબેન દવે અને બી.ટી.એસ.માં જોડાવવા બદલ તથા રાષ્‍ટ્ર ભકિત અદા કરવા માટે સર્વેનો આભાર માન્‍ય હતો.

કાર્યક્રમ ત્રણ ગણો સફળ રહ્યો હતો. તેમ ડો.મૃણાલીનીબેન ઠાકર પ્રદેશ પ્રમુખ મહિલા વિભાગની યાદીમાં જણાવાયું છે. 

(11:46 am IST)