Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

રાજકોટ જીલ્લા ખરીદ વેચાણ સંઘની ચુંટણી બીન હરીફઃ પ્રમુખ તરીકે મગનભાઇ ધોણીયાઃ ઉપપ્રમુખ તરીકે નરેન્‍દ્ર બેરા

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૧રઃ રાજકોટ જીલ્લા ખરીદ વેચાણ સંઘની મુદત પુરી થતા ચુંટણી અંગે કાર્યવાહી હાથ ધરાય હતી જેમાં ડે. કલેકટરશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાય હતી તેમજ તમામ ડિરેકટરો અને મનસુખભાઇ રામાણી સહિતની હાજરીમાં બિન હરીફ વરણી કરાઇ હતી જેમાં પ્રમુખ તરીકે મગનભાઇ ધોણીયા અને ઉપ પ્રમુખ તરીકે ભુખી ગામના સેવાભાવી નરેન્‍દ્રભાઇ બેરા અને મહામંત્રી તરીકે ભાડેરના અગ્રણી નટુભા વાઘેલાની વરણી કરાય હતી અને આ તકે ખેડુત નો જયેશ રાદડીયા, મગન વડાવીયા, આરડીસીના ઝોનલ વી. આર. સભાયા, ધોરાજી યાર્ડના ચેરમેન હરકીશનભાઇ માવાણી, ધોરાજી સંઘના પ્રમુખ ગોવીંદભાઇ ડઢાણીયા, ઉપપ્રમુખ હરેશ હેરભા જીલ્લા સંઘના પ્રમુખ પ્રવીણ રૈયાણી-ગોંડલ તાલુકા સંઘના કુરજીભાઇ ભાલારા, ભાજપ અગ્રણી ભાનુભાઇ મેતા, ડો. ડાયાભાઇ પટેલ, જીલ્લા સંઘના મેનેજર રાજુભાઇ ભોણીયા સહિતનાઓએ શુભેચ્‍છાઓ આપેલ હતી.

(1:33 pm IST)