Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

વ્યાજખોરો વિરૃધ્ધ મહામોરચો : એક સાથે ૫ જિલ્લામાં ૧૦૦ લોકદરબારનો પ્રારંભ : ધમધમાટ

રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં અભૂતપૂર્વ મહાઅભિયાન શરૃ : ગેરકાયદે મિલ્કતો કબ્જે કરવા કાયદે આઝમો સાથે પરામર્શ, ગેરકાયદે ખડકાયેલા બાંધકામો પર બુલડોઝર ફરી વળશે : આગામી દિવસોમાં ૨૦૦ લોકદરબાર, લોકો સુધી ૧૦૦ ટકા અભિયાનની માહિતી પહોંચાડવા હાઇટેક આયોજનથી ગાંધીનગર આફ્રીન : ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરોના લાયસન્સ રદ્દ થશે : સાવધાન મહાઅભિયાનમાં ઇડી અને ઇન્કમટેકસ ગમે ત્યારે એન્ટ્રી કરવા રેડ્ડી : 'અકિલા' સાથે અથ થી ઇતિ સુધીની વિગતો રેન્જ વડા અશોકકુમાર યાદવ વર્ણવે છે

રાજકોટ તા. ૧૨ : વ્યાજ માફીયાઓ સામે તેઓ ખો ભૂલી જાય અને પ્રજાને તેમના ત્રાસમાંથી કાયમી મૂકતી મળે તે પ્રકારે આખો માસ જબરજસ્ત અભિયાન ચલાવવા આપેલ સૂચના સંદર્ભે ઊતર સૌરાષ્ટ્રના સતત કાર્યરત અને લોકોને સાથે રાખી ચાલવાની પદ્ઘતિના હિમાયતી એવા રાજકોટ રેન્જ વડા દ્વારા અભિયાનને મહા અભિયાનમાં ફેરવી આજે તેમની હકૂમત હેઠળના જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી જિલ્લા અને રાજકોટ જિલ્લામાં એક સાથે ૧૦૦ લોક દરબાર અત્યારે ચાલી રહ્યા છે, રાજકોટ રેન્જ વડા મોરબીની પુષ્ટભૂમી ધ્યાને રાખી પોતે જાતે મોરબી ખાતે લોકોની વચ્ચે પહોંચી બેધડક રજૂઆત કરવા આહવાન કરી રહ્યા છે. ઉકત બાબતને રાજકોટ તેમજ વડા અશોકકુમાર યાદવ દ્વારા 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું છે.આગામી દિવસોમાં સમગ્ર રેન્જમાં ૨૦૦થી વધુ લોકદરબાર યોજવાનું લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. સોશિયલ મીડિયા, પ્રેસ મીડિયા, ઇલેકટ્રોનીક મીડિયાના માધ્યમથી વધુને વધુ લોકજાગૃતિ કેળવવામાં આવનાર છે. પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમના ઉપયોગથી અને ડોર ટુ ડોર લોકોનો સંપર્ક કરી છેવાડાના ગામડા સુધી વ્યાજખોરી અંગે જાગૃતતા કેળવાય અને સમગ્ર રેન્જના ૧૦૦ ટકા લોકો સુધી આ અભિયાનની માહિતી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. સમગ્ર રેન્જમાં ફ્રી રજીસ્ટ્રેશન ઓફ ક્રાઇમની નીતિનો અમલ કરી ગુના નોંધવાની કામગીરી કરવા તેમજ નોંધાયેલ ગુનાઓને ૧૦૦ ટકા સાબિતી સુધી લઇ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે.

વ્યાજખોરો દ્વારા પચાવી પાડવામાં આવેલ મિલકતો ૧૦૦ ટકા ભોગ બનનારને પરત મળે તે રીતેની કાયદાકીય કાર્યવાહીઓ હાથ ધરવામાં આવનારછ ે તેમજ જરૃર જણાયે ઇન્કમટેકસ, ઇડીઆઇ વિગેરે વિભાગોની મદદ મેળવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. વ્યાજખોરો દ્વારા વસાવવામાં આવેલ ગેરકાયદેસર મિલકતો જપ્ત કરવા તેમજ ગેરકાયદેસર રીતે બાંધેલ બાંધકામો તોડી પાડવા અંગે પણ કાર્યવાહી કરવામાં આવનાર છે. લાયસન્સ ધરાવી વ્યાજ વટાવનો ધંધો કરનાર વ્યકિતઓ દ્વારા જો આવા પ્રકારના ગુનાઓ આચરવામાં આવશે તો તેઓના લાયસન્સ રદ્દ કરાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવનાર છે.

રાજકોટ રેન્જ વડા અશોકકુમાર યાદવ દ્વારા ઉકત પગલાંઓ સાથે વ્યાજ માફીયાઓ, લોકોને મોટા વ્યાજે નાણાં આપી ધાકધમકી દ્વારા મિલકતો એકઠી કરનાર સૌરાષ્ટ્રના કેટલાક ફાઇનાન્સર સામે ઇન્કમટેક્ષ અને ઇડીને એલર્ટ કરતા ઘણાના બ્લડપ્રેશર વધ્યા છે, આવા પગલાઓ ગુજરાતભરમાં લેવા માટે મુખ્ય પોલીસવડા આશિષ ભાટિયા અને લો એન્ડ ઓર્ડર વડા ગંભીરતાથી આગળ વધી રહ્યા છે.(

(11:59 am IST)