Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

રાજકોટ જીલ્લામાંથી ચાર બાઇકની ઉઠાંતરી કરનાર તરસ્‍કર બેલડી પકડાઇ

શાપર, રીબડા અને લોધીકાના વિરવા ગામેથી બાઇક ચોરી કરી'તી : રૂરલ એલસીબીએ ઝડપી લીધા

તસ્‍વીરમાં પકડાયેલ તસ્‍કર બેલડી ચોરાઉ બાઇક સાથે નજરે પડે છે.

રાજકોટ,તા.૧૨ : જિલ્લા માં ચાર બાઈક ચોરીની ઘટના ને અંજામ આપનાર બે શખ્‍સો ને ભુણાવા ચોકડી પાસે થી રુરલ ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ એલ.સી.બી.રાજકોટ ગ્રામ્‍ય ના પીઆઈ  વી.વી.ઓડેદરા, હેડ કોન્‍સ્‍ટેબલ મહિપાલસિંહ જાડેજા, નરેન્‍દ્રસિંહ રાણા, જયેન્‍દ્રસિંહ વાઘેલા, અનીલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બોહરા, -હલાદસિંહ રાઠોડ સહિતનાઓ એ બાતમીના આધારે  મહેન્‍દ્ર ઉર્ફે મયુર ઉર્ફે ગની કાંતીભાઇ સોલંકી ઉ.વ. ૨૭ રહે- ભુણાવા ગામ, સરકારી સ્‍કુલ પાસે તા. ગોંડલ, શાંતીલાલ ઉર્ફે સની ઉર્ફે ગુંજન સુધીરભાઇ ધોળકીયા ઉ.વ. ૨૮ રહે- મુળ- રામદેવનગર, વેરાવળ શાપર હાલ- વિરપુર, ભુનેશ્વરના ઢોરે, રેલ્‍વેસ્‍ટેશનની બાજુમાં તા. જેતપુર વાળાઓ ને  રાજકોટ ગ્રામ્‍ય જીલ્લા વિસ્‍તારમાંથી ચોરી કરેલા ચાર મોટર સાયકલ  કિ.રૂ. ૧,૦૫,૦૦૦/- ના મુદામાલ સાથે ગોંડલ તાલુકાના ભુણાવા ગામેથી પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

 પકડાયેલા તસ્‍કરો એ કબૂલ કર્યું હતું કે  આશરે અઢી મહિના પહેલા શાપર-વેરાવળ, શાંતીધામ સંજીવની એરીયામાંથી બપોરના સમયે એક કાળા કલરના હિરો સ્‍પલેન્‍ડર મો.સા.ની ચોરી કર્યું હતું, બે મહિના પહેલા ગોંડલ તાલુકાના રીબડા ગામની સીમમાં રીબડા ધારે એરીયામાંથી બપોરના સમયે એક સીલ્‍વર કલરના હિરો સ્‍પલેન્‍ડર મો.સા.ની ચોરી કર્યું હતું, તેમજ દોઢ મહિના પહેલા લોધીકા તાલુકાના વીરવા ગામ પાસે આવેલ ગોલ્‍ડન-૨ સોસાયટી પાસેથી બપોરના સમયે એક કાળા કલરના હોન્‍ડા સીડી મો.સા.ની ચોરી કરેલની કબુલાત આપેલ હતી.

(1:27 pm IST)