Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

પડધરીની લુંટના ગુનામાં સાત માસથી ફરાર ભાયા અજનારને દબોચ્‍યો

રાજકોટ,તા. ૧૨ : પડધરીમાં થયેલી લુંટના ગુનામાં સાત વર્ષથી નાસતા ફરતા અલીરાજપુરના શખ્‍સને પેરોલ ફરલો સ્‍કવોડે દાહોદના ગરબાડાથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ પડધરી પોલીસ મથકમાં નોંધાયેલ લુંટના ગુનામાં સામેલ શખ્‍સ ગરબાડા ગામમાં હોવાની બાતમી મળતા રૂરલ પેરોલ ફરલો સ્‍કવોડની ટીમે દાહોદના ગરબાડા ગામમાંથી ભાયા ખરૂભાઇ અજનાર (રહે.બાબદેવ ફળીયુ સોલીયા તા. જોબટ, અલીરાજપુર)ને દાહોદના ગરબાડા ગામમાંથી પકડી લઇ કાર્યવાહી કરી હતી. પી.આઇ. વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ ડી.પી.ઝાલા, એ.એસ.આઇ મહંમદભાઇ, હેડ કોન્‍સ. વિરરાજભાઇ કોન્‍સ. મહેન્‍દ્રસિંહ, રિયાઝભાઇ, અબ્‍બાસભાઇ, દિલીપસિંહ તથા વિરમભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(1:31 pm IST)