Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

આયુર્ર્વેદ એસોસીએશન સૌરાષ્‍ટ્ર-કચ્‍છની રાજકોટમાં વાર્ષિક સભા સંપન્નઃ ડો.જયેશભાઇ પરમારનું સન્‍માન

આયુર્વેદ સાયન્‍સના વિકાસ માટે નિરધાર : આયુર્વેદ વિક્રેતાઓ માટે થયો સેમીનાર

રાજકોટઃ આયુર્વેદ એસોસીએશન (સૌરાષ્‍ટ્ર-કચ્‍છ) દ્વારા રાજકોટની ભાગોળે રોણકી ગામે આવેલ રીસોર્ટમાં એસોસીએશનની એન્‍યુઅલ જનરલ મીટીંગ યોજાઇ હતી. આ તકે સૌરાષ્‍ટ્રના લોકલાડીલા વૈદ્યરાજ અને આયુષના રીજીયોનલ ડેપ્‍યુટી ડાયરેકટર ડો.જયેશભાઇ પરમાર  ખાસ ઉપસ્‍થિત રહેતા તેમનું અકબરભાઇ પટેલના હસ્‍તે કરાયું હતું. તથા ડો.ચૈતાલીબેન પરમારનું સન્‍માન ભાવીકભાઇ રાવલ દ્વારા તથા ડો.શુભમ પરમારનું સન્‍માન અલ્‍કેશભાઇ કામદાર દ્વારા કરવામાં આવ્‍યું હતું. એસોસીએશન દ્વારા આયુર્વેદ સાયન્‍સના વિકાસ માટે કરેલા કાર્યોની વિકાસગાથા વર્ણવવામાં આવેલ. આ વાર્ષીક બેઠકમાં સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છના આયુર્વેદીક દવાના વિક્રેતાઓ, આયુર્વેદીક સાયન્‍સના નિષ્‍ણાંતો, દવા કંપનીઓના ઉચ્‍ચ હોદેદારો અને આમંત્રીતો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા અનેક નવી દવા કંપનીઓએ આ પ્રસંગે પોતાની નવી દવાઓનું લોન્‍ચીંગ કર્યુ હતું.

આ પ્રસંગે ડો.જયેશભાઇ પરમારે પ્રાસંગીક પ્રવચનમાં માનવતા અને કવોલીટીને મહત્‍વ આપવા અનુરોધ કર્યો હતો અને સન્‍માન બદલ અકબરભાઇ પટેલ અને આયુર્વેદ એસોસીએશનના હોદેદારોનો આભાર વ્‍યકત કર્યો હતો. અકબરભાઇ પટેલે આયુર્વેદ સાયન્‍સની ઉપયોગીતા, અનિવાર્યતા અને આવશ્‍યકતા અંગે વાત કરી હતી અને તેમણે આયુષ ડીપાર્ટમેન્‍ટ સાથે આગળ જતા એસોસીએશન સહયોગ કરશે તેવુ જણાવ્‍યું હતું. અલ્‍પેશભાઇ કામદારે દવાઓની સારી કવોલીટી, વ્‍યાજબી ભાવ ઉપર ભાર મુકયો હતો તથા ડાબર ઇન્‍ડીયાના પ્રતિનિધિએ તથા રાજસ્‍થાન ઔષધાલયના પ્રતિનિધિએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા. તેમજ સુપર સીનીયર આયુર્વેદીક નિષ્‍ણાંતો ડો.એલ.બી.રાવલ અને ડો.પી.એચ.વેકરીયાએ પોતાના અનુભવો વર્ણવ્‍યા હતા. એશોસીએશનની એન્‍યુઅલ જનરલ મીટીંગમાં ડો. જયેશભાઇ પરમાર મુખ્‍ય મહેમાનપદે ઉપસ્‍થિત રહી વિશેષ માર્ગદર્શન આપ્‍યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા અકબર પટેલ, ભાવીકભાઇ રાવલ, અલ્‍કેશ કામદાર, ગૌરવ દવેના માર્ગદર્શન હેઠળ કમીટી મેમ્‍બરો અશ્વીન એચ.કારીયા, મનીષ સી.રૂપારેલીયા, સચીન જે.વ્‍યાસ,  હેમલ ડી. સંપટ, દેવાંગ એલ.રાવલ,  વિશાલ એન.પાબારી, પરેશ આર. તન્ના તેમજ ડાબર  ઇન્‍ડીયા લી. તથા રાજસ્‍થાન ઔષધાલય પ્રા.લી. વિગેરેએ જહેમત ઉઠાવી હતી તેમ એસોસીએશનની યાદીમાં જણાવાયું છે.

(3:39 pm IST)