Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

પુનિતનગરમાં વિજય સરવૈયાની હત્‍યાના કેસમાં પકડાયેલ ત્રણ આરોપીને સાપરાધ મનુષ્‍ય વધની કલમ હેઠળ ૧૦ વર્ષની સજા

મૃતકની પત્‍ની વિશે ગંદી વાતો નહી કરવા જણાવતા આરોપીઓએ હત્‍યા કરી હતી

રાજકોટ,તા.૧૨ : અત્રે ફરીયાદી વિજય નરસિંહ સરવૈયાએ પોતાના ત્રણ મિત્રો સાથે ચાલતા ચાલતા જતી વખતે ત્રણેય મિત્રોએ ફરીયાદીની પત્‍ની વિશે ગંદી વાત કરતા ફરીયાદીએ ગંદી વાતો કરવાની ના પાડતા ઉશ્‍કેરાઈ ગયેલ ત્રણેય મિત્રોએ ફરીયાદીને પ્રથમ ઢીકાપાટુનો માર મારતા ફરીયાદી વિજય રસ્‍તા પર પડી ગયેલ તેમ છતાં ઉગ્ર અવસ્‍થામાં એક મિત્રએ મોટો પથ્‍થર ઉપાડી ચહેરા ઉપર જોરથી પટકતા ગંભીર ઈજાઓને કારણે ફરીયાદીનું મળત્‍યુ થયેલ. અધિક સેશન્‍સ જજ  બી. બી. જાદવ  શનિ રમેશ ચારોલાને ખૂનના ગુન્‍હા સબબ દશ વર્ષની સખ્‍ત કેદની સજા અને આરોપી સુનીલ વિનોદભાઈ સાડમીયા અને સંદિપ રાણજીતભાઇ  ચારોલાને ઈ.પી.કો. કલમ -૩૦૪ હેઠળ તકસીરવાન ઠરાવી  સાપરાધ મનુષ્‍યવધના હેઠળ ૧૦ વર્ષની સજા ફરમાવેલ છે.

 આ કેસની હકીકત એવા પ્રકારની છે કે તા. ૦૬/૦૧/૨૦૧૪ ના રોજ ત્રણેય આરોપીઓ ફરીયાદી વિજય નરસિંહભાઈ સાથે સાંજના સાતેક વાગ્‍યે પુનીતનગરમાં ચાલતા ચાલતા જઈ રહેલ હતા ત્‍યારે આરોપી શનિ રમેશ ચારોલાએ ફરીયાદી વિજયની પત્‍ની વિશે આડીઅવડી ગંદી વાતો કરેલ હતી. ફરીયાદી વિષે પોતાની પત્‍ની વિશે આ પ્રકારની વાતો ન કરવા જણાવતા ફરીયાદીને ત્રણેય આરોપીઓ સાથે ઉગ્ર બોલાચાલી થયેલ જેના અંતે ત્રણેય આરોપીએ ફરીયાદીને પ્રથમ ઢીકાપાટનો માર મારેલ. આ માર ના કારણે ફરીયાદી વિજય રસ્‍તા ઉપર પડી ગયેલ.

ત્‍યારબાદ પણ આરોપી શનિ રમેશનો ગુસ્‍સો વધી જતાં તેણે બાજુમાં પડેલ એક મોટો પથ્‍થર ઉપાડી ફરીયાદીના મોઢા ઉપર જોરથી મારેલ. આ કારણે ફરીયાદી સ્‍થળપર બેભાન થઈ ગયેલ અને ત્રણેય આરોપી ઘટના સ્‍થળેથી ભાગી ગયેલ. ફરીયાદીના ઘરે કોઈ પ્રકારે ખબર પહોંચતા ફરીયાદીને તેના સબંધીએ સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરેલ અને બે દિવસની સારવારના અંતે ફરીયાદીની સ્‍થિતિમાં સુધારો ન થતાં ડોકટરએ ફરીયાદીને અમદાવાદ લઈ જવા સૂચન કરેલ. હોસ્‍પિટલમાંથી ડીસ્‍ચાર્જ કર્યા બાદ સૌ પ્રથમ ફરીયાદીને આરોપીઓ વિરૂધ્‍ધ ફરીયાદ આપેલ અને ત્‍યારબાદ અમદાવાદ ખાતે સીવીલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતા ફરીયાદીના જડબા અને માથા પરની ઈજાઓ ઘણી ગંભીર જણાવેલ. આ ઈજાઓની સારવારના અંતે પણ ફરીયાદીની સ્‍થિતિમાં કોઈ સુધારો ન થતાં તેનું તા. ૨૩/૦૧/૨૦૧૯ ના રોજ અવસાન થયેલ હતું.

આરોપીઓ તરફે બચાવ લેવામાં આવેલ કે બનાવ બાદ ૧૬ દિવસ સુધી આરોપી જીવીત રહેલ હોય તેથી આરોપીઓને ખૂનના ગુન્‍હા માટે તકસીરવાન ઠરાવી શકાય નહીં તેમજ ફરીયાદીને જે ઈજાઓ થયેલ છે તે પણ સામાન્‍ય સંજોગોમાં મળત્‍યુ નિપજાવવા માટે પુરતી કહેવાય નહીં. આ ઉપરાંત બચાવમાં પ્રોસીકયુશનના કેસની નાની નાની ત્રુટીઓ ઉપર ભાર આપી આરોપીઓની નિર્દોષતા સાબીત કરવાનો પ્રયાસ કરવામાં આવેલ.

 સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ કે ફરીયાદીને થયેલ અનેક ઈજાઓમાંથી કોઈ એક ઈજા સ્‍વતંત્ર રીતે મળત્‍યુ નિપજાવતા માટે પુરતી નથી પરંતુ જયારે તમામ ઈજાઓ એક જ સમયે થયેલ હોય ત્‍યારે દરેક ઈજા વ્‍યકિતની શારીરીક અશકતતાને લીલ કરે છે. આ ઉપરાંત ફરીયાદીને જે માથામાં ઈજા થયેલ છે. તે ન્‍યુરોલોજીકલ ઈજા હોવાથી આવા ઈજાના પરીણામો તત્‍કાલ ન ાય શકે પરંતુ થોડા દિવસો બાદ આવી ઈજાઓ મરણતોલ સાબીત થતી હોય છે. આ મુજબની તબીબી હકીકત ન્‍યાયાલયોમાં સમયે રામયે પરવાર થયેલી છે તેથી તેની ન્‍યાયીક નોંધ લઈ આરોપીઓને તકસીરવાન ઠરાવવા જોઈએ. સરકાર તરફેની રજુઆતોના અંતે અધિક સેશન્‍સ જજ   બી. બી. જાદવ આરોપી રમેશ ચારોલાને  સાપરાધ મનુષ્‍યવધના ગુન્‍હા સબબ તેમજ સહ આરોપીઓ સુનીલ  વિનોદભાઈ સાડમીયાને અને સંદિપ રણજીત ચારોલાને ગંભીર ઈજાઓ પહોંચાડયા બદલ ૧૦ વર્ષની સખ્‍ત કેદની સજા ફરમાવેલ છે.

આ કેસમાં   સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ  સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.

સંજયભાઇ વોરા

જિલ્લા સરકારી વકિલ

(3:42 pm IST)