Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

મકરસંક્રાંતિએ કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતાનો પ્રાગટય ઉત્સવ- રથયાત્રા નિકળશે

શ્રી માંધાતાના મુખ્ય રથ સાથે ૨ હજાર બાઈક, ૧૦૦ ફોર વ્હીલર રથયાત્રામાં જોડાશે

રાજકોટઃ જય માંધાતા સુર્યવંશી ચેરીટેબલ ટ્રસ્ટ- રાજકોટ દ્વારા કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતાનો પ્રાગટય ઉત્સવ રથ યાત્રાનું શુભ આયોજન શનિવાર તા.૧૪ (ઉતરાયણ)ના શુભ દિવસે આયોજન કરેલ છે.

શોભાયાત્રા શનિવારે સવારે ૮ કલાકે મોહનભાઈ સરવૈયા કોમ્યુનીટી હોલ, ૮૦ ફૂટ ચોકડી, ભાવનગર રોડ ખાતેથી શરૃ થઈ ૮૦ ફૂટ રોડ, મોહનભાઈ સરવૈયા હોલ, ચુનારાવાડ ચોક, સીતારામ નગર મેઈન રોડ, કે.ડી.ચોક, સંતકબીર રોડ, પાંજરાપોળ, રામનાથપરા ગરબી ચોક, પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ, ત્રિકોણ બાગ, ઢેબર રોડ, મધુર હોસ્પિટલ ચોક, સોરઠીયા વાડી સર્કલ, મોહનભાઈ સરવૈયા હોલ ખાતે સમાપન થશે. રથયાત્રા પૂર્ણ થયા બાદ રાજમોતી મીલ પાછળ, સીતારામ સોસાયટી ખાતે મહાપ્રસાદ રાખેલ છે.

આ શોભાયાત્રામાં કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, કેબીનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા તેમજ ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, મેયરશ્રી પ્રદિપભાઈ ડવ તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી ઉપસ્થિત રહેશે. સમસ્ત કોળી સમાજને નિમંત્રણ અપાયું છે.

તસ્વીરમાં આયોજક સમિતિના પ્રમુખ- મનસુખભાઈ ગોવાણી, ઉપપ્રમુખ-  ગોરધનભાઈ કુમરખાણીયા, સુરેશભાઈ ગણદીયા, પરસોતમભાઈ ભરાડીયા, નિખીલભાઈ ભંડેણીયા, સુધીરભાઈ મકવાણા, ભાવેશભાઈ રાઠોડ અને વિમલભાઈ પરમાર નજરે પડે છે.

(3:42 pm IST)