Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

મનપાના પુસ્‍તકાલયમાં છેલ્લા એક માસમાં ૪૧ હજાર શહેરીજનોએ લાભ લીધો

વાંચે રાજકોટ.... : ડિસેમ્‍બરમાં નવા ર૬૪ સભ્‍યો જોડાયા

રાજકોટ, તા. ૧રઃ  મહાનગરપાલિકા સંચાલિત પુસ્‍તકાલયોમાં ડિસેમ્‍બર-૨૦૨૨માં કુલ ૪૧,૬૨૦ નાગરિકોએ લીધો લાભ લીધો હોય અને ત તમામ પુસ્‍તકાલયમાં નવા ૨૬૪ સભ્‍યો જોડાયા છે.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રી દત્તોપંત ઠેંગડી પુસ્‍તકાલય, શ્રી બાબુભાઈ વૈદ્ય લાયબ્રેરી ડો. બાબાસાહેબ આંબેડકર ભવન લાઈબ્રેરી, બહેનો અને બાળકો માટેની મોબાઈલ લાઈબ્રેરી  યુનિટ-૧ તથા યુનિટ-૨, મહિલા એકટીવિટી સેન્‍ટર તથા મહિલા વાચનાલયમાં એક માસ દરમ્‍યાન કુલ ૪૧,૬૨૦ વાંચનપ્રેમીઓએ લાભ લીધેલ હતો. આ એક માસ દરમ્‍યાન ૨૬૪ નવા સભ્‍યો લાઈબ્રેરી સાથે જોડાયા હતા. સભ્‍યોની માંગણી અને નવ પ્રકાશિત વિવિધ વિષયોનાં પુસ્‍તકો, બાળ સાહિત્‍ય, ગુજરાતી સાહિત્‍ય, નવલકથા, નવલિકાની સાથે સાથે વિધાર્થીઓ માટે  વિવિધ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાલક્ષી પુસ્‍તકો મળી કુલ ૧,૦૦૦ પુસ્‍તકો, તથા બાળકો માટે વિવિધ પ્રકારના ૩૦૦ જેવા રમકડા, પઝલ્‍સ, ગેઈમ્‍સ વગેરે ઈશ્‍યુમાં મુકવામાં આવેલ સાથે સાથે ૧૦૦ જેટલા વિવિધ વિષયોના મલ્‍ટીમીડિયા પણ ઇસ્‍યુ મુકવામાં  આવેલા છે.

વિદ્યાર્થીઓ માટે વિૈદ્યાર્થી વાંચનાલયનો સમય રાત્રે ૧૧ વાગ્‍યા સુધીનો કરવામાં આવેલા છે. જેનો છેલ્લા એક મહિનામાં કુલ ૩,૭૨૦ વિૈદ્યાર્થી  ભાઈઓ તથા બહેનોએ લાભ લીધેલ છે.

આ સુવિધાઓનો શહેરીજનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા પ્રયત્‍ન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓ દ્વારા  કરવામાં આવી રહ્યા છે જેનો શહેરના નાગરિકો લાભ મેળવે તેવી અપીલ કરવામાં આવે છે.

(4:00 pm IST)