Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

રાજકોટમાં ભૂતપૂર્વ રીટાયર્ડ મામલતદારગોઠીને ચાર્જશીટઃ જમીન અંગેનો મામલો

રાજકોટ તા. ૧રઃ રાજકોટના ભૂતપૂર્વ રીટાયર્ડ મામલતદાર શ્રી ગોઠીને રાજય સરકારે એક જમીનના મામલે ચાર્જશીટ આપ્‍યાનું ટોચના સૂત્રોએ ઉમેર્યું હતું, શ્રી ગોઠી રાજકોટમાં ડીઝાસ્‍ટર મામલતદાર હતા, તેઓ તે સમયે તાલુકા પંચાયતના પણ ચાર્જમાં હતા, એક જમીનના કેસમાં અપીલ કરવાના મામલે શ્રી ગોઠીએ વિલંબ કરવાની બાબતે તેમને ચાર્જશીટ અપાયાનું કહેવાય છે, તેઓ હાલ જુનાગઢ છે, જુનાગઢ કલેકટરે કાર્યવાહી કર્યાનું સુત્રો ઉમેરી રહ્યા છે

(4:04 pm IST)