Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

રવિવારે પ્‍યોર મધ રૂા.૨૪૦નું કિલો

કુદરતી પાકેલા કેળા, તલની શાની, લીલા નાળીયેર, ફૂલ-છોડ વગેરેનું રાહત દરે વેંચાણ

રાજકોટ,તા.૧૨ : રાજકોટ ખાતે પ્‍યોર મધ (૧ કિલોના ૨૪૦ રૂા.) લીલા નાળિયેર (૩૦રૂા.) તલની શાની, કુદરતી પાકેલ કેળાં વગેરેનું વિતણ થશે ઉપરાંત કાળા અને સફેદ તલની શાની, સિંગતેલ, તલનું તેલ, કાળી પોચી શેરડી ખેડૂત જાતે વેચવા આવસે, જીવામળત (પ્રવાહી ખાતર)માં ખૂબ જ બેક્‍ટેરિયા હોય છે, તે ફૂલછોડ/વળક્ષને આપવાથી ખૂબ સારી વળધ્‍ધિ થાય છે.

વિષણવેલ (ગડુ)ના ખેડૂતો કુદરતી રીતે પાકેલ કેળાંનું વેંચાણ કરવા અહીં આવશે., મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, લાલ અને કાશ્‍મીરી ગુલાબ, ઇંગ્‍લિશ ગુલાબ, દિનકા રાજા, એકસોરા, વગેરેનું રોપાનું રાહત દરે વિતરણ.

આંગણે વાવો શાકભાજીને પ્રોત્‍સાહન મળે તે માટે રીંગણી, ટમેટી અને કોબીના રોપાઓ મળશે સાથે સાથે  ફૂલછોડ  કાશ્‍મીરી અને ઈંગ્‍લીશ ગુલાબના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રીશ્‍મસ ટ્રી, એક્‍શ્‍ઝોરા, ક્રોટોન વિગેરે રાહત દરે મળશે.

એલોવેરા જેલ, અલોવેરા જ્‍યુસ અને સપ્‍તચુર્ણ રાહત દરે મળશે. દેસી ગોળ, કાજુ બદામ, અખરોટ, કિસમિસ, કેળાં, અથાણાં માટે ગુંદા, વિવિધ જાત ના દેસી મુખવાસ અને દેસી અથાણાં, છાણિયું ખાતર, લીંબડા નો ગળો, વિવિધ જાત ના કઠોડ, માટી અને પ્‍લાસ્‍ટિકના કુંડા, વાંચન અભિયાન - વધુમાં વધુ લોકો વાંચન તરફ વળે તે માટે સંસ્‍કારી સાહિત્‍યના પુસ્‍તકો પાછા આપવાની શરતે વિનામુલ્‍યે વિશ્વનિડમ ગુરૂકુલમ તરફ થી આપવામાં આવશે.  

આ બધું ખેડૂતો અને અન્‍ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને અમારી સંસ્‍થા જગ્‍યા અને પ્રચારની વ્‍યવસ્‍થા વિનામૂલ્‍યે કરી આપે છે.

 આ કાર્યક્રમ  ૧૫૦ ફૂટ રીંગરોડ, અમીન માર્ગ નો ખૂણો તારીખ ૧૫ના  સમય : સવારે ૮ થી ૧ યોજાશે, ભૂષણ સ્‍કૂલ રણછોડ નગર સોસાયટી, રણછોડ વાડી સામે, કુવાડવા રોડ ખાતે પણ રવિવારે આયોજન છે.

(4:06 pm IST)